ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં શુક્રવારથી તાપમાનનો પારો 40 ડિગ્રી ઉપર જતા ગરમીનો પ્રકોપ વર્તાયો હતો. 2-3 દિવસમાં તાપમાનનો પારો વધીને 42 ડિગ્રીએ પહોંચવાનો હવામાન વિભાગ દ્વારા વર્તારો કરવામાં આવ્યો છે.
મહીસાગરમાં કાળઝાળ ગરમી, તાપમાન 41 ડિગ્રીને પાર - Gujarat
મહીસાગરઃ રાજ્ય સહિત મહીસાગર જિલ્લામાં પણ સૂર્યદેવતાએ પોતાનો આકરો મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. જિલ્લામાં ગરમીનો પારો ઉંચકાતો જાય છે, ત્યારે કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. અસહ્ય ગરમીથી રાહત મેળવવા લોકો ઠંડા પીણાં, જ્યુસ અને સરબતના નુસખા અજમાવી રહ્યા છે. ઉંચકાતા જતા ગરમીના પારાને ઘ્યાનમાં રાખીને બપોરના સમયે કામ વગર લોકોને બહાર ન નીકળવા માટે તંત્રએ અપીલ કરી હતી. આજનું મહત્તમ તાપમાન 41 ડિગ્રીએ નોંધાયું હતું.

msr
મહીસાગરમાં કાળઝાળ ગરમી, તાપમાન 41 ડિગ્રીને પાર
ગરમીના પ્રકોપની અસર બજારો અને માર્ગો પર પણ જોવા મળી હતી. જિલ્લાના લુણાવાડા, બાલાસિનોર, સંતરામપુર અને વીરપુરમાં બપોરના સમયે સુર્યદેવના તેજ કિરણોથી બચવા લોકોએ કામ સિવાય બહાર નીકળવાનું ટાળ્યું હતું. જેના કારણે બપોરના સમયે બજારોમાં અને માર્ગો પર લોકોની ચહલ પહલ ઓછી જોવા મળી હતી. ગરમીની અસર ખેતમજૂરી કરતા લોકો પર અને પશુઓમાં ખાસ જોવા મળી છે. બપોરના સમયે ખેતરો સુમસામ બન્યા છે અને પશુઓની હાલત દયનીય બની રહી છે.