ગુજરાત

gujarat

ETV Bharat / state

બાલાસિનોર નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ કામગીરી હાથ ધરવામાં આવી

મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશના ભાગ રૂપે નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ વેરા વસુલાત ટીમે સાથે રહીને સોમવારે નગરના શહેરી વિસ્તાર પટેલવાડામાં બાકી તેમજ ચાલુ વર્ષના વેરા વસુલાતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

બાલાસિનોર નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશની કામગીરી હાથ ધરવામાં આવી
બાલાસિનોર નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશની કામગીરી હાથ ધરવામાં આવી

By

Published : Oct 20, 2020, 5:28 AM IST

  • બાલાસિનોરમાં નગરપાલિકા દ્વારા વેરા વસુલાતની કામગીરી હાથ ધરાઈ
  • 5 હજારથી મોટી રકમના બાકીદારોના પાણી અને ગટરના કનેક્શન કાપવામાં આવ્યા
  • નગરપાલિકાની આર્થિક સ્થિતિમાં સુધારો થાય તેવા નગરપાલિકા દ્વારા સધન પ્રયત્નો કરાયા
    બાલાસિનોર નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ કામગીરી હાથ ધરવામાં આવી

બાલાસિનોર: શહેરમાં 5 હજાર ઉપરની મોટી રકમના બાકીદારોના પાણી અને ગટરના કનેક્શન કાપવામાં આવ્યા છે. નગરપાલિકાના ચીફ ઓફિસર ભદ્રેશ પટેલના જણાવ્યા મુજબ આ ઝુંબેશ આવનારા દિવાળીના તહેવારો સુધી ચાલુ રાખવામાં આવશે. તેમજ તમામ વોર્ડના દરેક વિસ્તારમાં આ ઝુંબેશ શરુ કરવામાં આવશે.

બાલાસિનોર નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશની કામગીરી હાથ ધરવામાં આવી

વધુમાં ચીફ ઓફિસર પટેલે વેરા વસુલાતના આ સઘન પ્રયાસથી બાલાસિનોર નગરપાલિકાની આર્થિક સ્થિતિમાં સુધારો થાય તેવા પ્રયત્નો નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા છે તેમ જણાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details