મહીસાગર: કોરોના વાઈરસની મહામારી સામે સમગ્ર દેશ લડત આપી રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ વહીવટી અને આરોગ્ય તંત્ર પુરી મક્કમતાથી તેનો સામનો કરી જનસુખાકારી માટે અનેકવિધ પગલાં ભરી રહ્યું છે.
તાલુકા આરોગ્યની ટીમે ખુટેલાવ ગામની લીધી મુલાકાત
લુણાવાડાના ખાનપુર તાલુકાના ખુટેલાવ ગામે એક વ્યક્તિનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા ખાનપુર તાલુકાના લાયઝન અધિકારી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, વડગામના તાલુકા હેલ્થ ઓફિસર અને તેમની ટીમે પોઝિટિવ આવેલા દર્દીના ઘરની મુલાકાત લઈ તેમને સાવચેતીના પગલાં વિશે માહિતગાર કર્યા હતા.
લુણાવાડાના ખાનપુર તાલુકાના ખુટેલાવ ગામે એક વ્યક્તિનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા ખાનપુર તાલુકાના લાયઝન અધિકારી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, વડગામના તાલુકા હેલ્થ ઓફિસર અને તેમની ટીમે પોઝિટિવ આવેલ દર્દીના ઘરની મુલાકાત લઈ તેમને સાવચેતીના પગલાં વિશે માહિતગાર કર્યા હતા.
સરકાર દ્વારા વખતોવખત આપવામાં આવતી વિવિધ સૂચનાઓનું પાલન કરવા તેમજ ઘરની બહાર કામ વગર ન જવા અને કામસર બહાર જવાનું થાય તો માસ્ક પહેરીને જ બહાર જવા, વારંવાર સાબુથી હાથ ધોવા જેવી બાબતો અંગે સમજ આપી હતી. તેમજ ગામમાં આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી એન્ટી લારવાલની કામગીરીની ચકાસણી કરી તેનું ક્રોસ ચેકીંગ કર્યું હતું.