આ ગામનું યુવાધન વ્યસનથી દૂર, શિસ્ત અને સંયમ ધરાવે છે. ગામના જાહેર રસ્તાઓ પર ભાગ્યે જ યુવાનોના ટોળા જોવા મળે. જેથી આ ગામનું વાતાવરણ શાન્ત લાગે છે. આ ગામના કોઈપણ પરિવારમાં મિલકતના ઝગડા નથી. બીજુ કે આ ગામનો એકપણ ભાણો ભણ્યો ન હોય તેમજ તે ભણેલા ભાણીયાઓઆ ગામને સમર્પિત છે. કોઇપણ છોકરો તેના માતા-પિતાની સેવા ન કરતો હોય તેવું એકપણ ઘર નથી. આખા ગામનો વિકાસ ધર્મ અને શિક્ષણ પર આધારિત છે. આ ગામમાં જેને પહેલા ખોળે દીકરો જન્મે ત્યારે તે હોળીના દિવસે આખા ગામનું રસોડું બનાવડાવી ગામલોકોને જમાડે છે. હોળીના દિવસે પ્રથમ જન્મેલા દીકરાને આખા ગામમાંથી એક ઘર દીઠથી એક હારડો આપવાનો રિવાજ વર્ષોથી ચાલે છે.
ગુજરાતનું એક એવુ ગામ જ્યાં મફત ROનું પાણી અને ફ્રી WiFi મળે છે - WIFI
મહીસાગર: જિલ્લામાં આવેલા વિરપુર તાલુકાનું હાંડિયા ગામ, આશરે 300 વર્ષ જૂનું છે. જેને 200 વર્ષ પહેલાં આ ગામના વડીલ બારોટોને બાલાસિનોરના નવાબ બાબી સરકારે ઇનામ પેટે આપ્યું હતું. વિરપુર તાલુકાના 62 ગામો પૈકી આ ગામ અદ્યતન સુવિધાઓથી વિકાસ પામેલું મહીસાગર જિલ્લાનું પ્રથમ નંબરનું ગામ ગણાય છે. આ ગામમાં મુખ્ય બારોટની વસ્તી છે. તો સાથે જ પ્રજાપતિ, સુથાર, વાળંદ, અને પંચાલ એમ પાંચ કોમ રહે છે. તમામ કોમના લોકો વાર તહેવારે તેમજ લગ્ન પ્રસંગે સાથે રહીને ભેદભાવ વિના તમામ પ્રસંગોની ઉજવણી કરતા હોય છે.
ગામમાં વસેલી પાંચ કોમ સાથે મળીને રહે છે. કોઈપણ દિવસ અત્યાર સુધીમાં કોઈ કોઈની સાથે ઝઘડો કે અણબનાવ થયો નથી. જો થાય તો ગામના આગેવાનો તેને સમાધાન કરી લેતા હોય છે. અહીં કોઈ પોલીસ અહીં આવી નથી. કે અત્યાર સુધીમાં પોલીસની ડાયરીમાં આ ગામની FIR નોંધાઈ નથી. આ ગામમાં ગ્રામપંચાયત ઘરમાંથી સમગ્ર ગામને ROનું પાણી મળે છે. તો આખા ગામમાં CCTV કેમેરા અને વાઇફાઇની ફ્રી સુવિધા છે. ગામના લોકોનો સીમમાં જવા RCCના રસ્તાઓ બનાવેલ છે. સૉલર લાઈટ અને ઓડિયો સિસ્ટમ ગામમાં દરેક ફળિયામાં લગાવેલી છે. ગામમાં દરેક ફળિયામાં કોઈપણ એનાઉન્સમેન્ટ ગ્રામપંચાયતથી અથવા તો મોબાઈલ દ્વારા આખા ગામને સંભળાય તેવી વ્યવસ્થા ઉભી કરી છે.