- આ કોરોના કાળ ભલે કપરો છે પરંતુ કાયમ માટે નથી રહેવાનો
- કોરોનાનો ભોગ બની અન્ય લોકો માટે પણ જોખમ ઊભું ન થાય તેની કાળજી રાખીએ
- બહાનું કરીને પણ પોતાના મિત્રોને ગ્રુપ સાથે હળવા-મળવાની ટેવમાં બદલાવ લાવવો પડશે
- હું માસ્ક પહેર્યા વગર બહાર નહીં નીકળું, સામાજીક અંતર જાળવીશ
- ઘરમાં રહેતાં નાનાં બાળકો, વૃદ્ધોને આ જોખમથી સાચવીએ
- આયુષની ઉપચાર પદ્ધતિઓ અપનાવી અને યોગ, વ્યાયામ ઈત્યાદિથી જીવનશૈલી સુધારી શકાય
મહિસાગર : આજના કોરોના મહામારીના સમયમાં ઘણા લોકો પોતાની જૂની આદતોને લીધે કોરોનાનો ભોગ બની અન્ય લોકો માટે પણ જોખમ ઊભું કરતા હોય છે. કેટલાક લોકો લાંબો સમય સુધી એકલા રહી શકતા નથી. કારણ કે તેઓ પાર્ટી, મોજમસ્તી જલસા, ટોળા ટપ્પા પ્રવૃત્તિઓ સંગઠનમય વ્યવહાર સામાજિક આદાન પ્રદાનના આદિ બની ગયા હોય છે. તેમને ઘરમાં રહેવાનું આવે ત્યારે તેઓ અકળામણ અનુભવતા હોય છે. આવા લોકો ગમે તે બહાનું કરીને પણ પોતાના મિત્રોને ગ્રુપ સાથે હળવા-મળવાનું ચાલુ રાખવાની ટેવ ધરાવતા હોય છે. ત્યારે આપણે આપણી જૂની ટેવમાં બદલાવ લાવવો જરુરી છે.
કોરોના મહામારીમાં અન્ય લોકોની સલામતીનું ધ્યાન રાખીયે
કેટલીક વખત આપણે માસ્ક ન પહેરીને પોતાની અને અન્યોની સલામતીનું ધ્યાન રાખતા નથી. આપણે સંપૂર્ણ રીતે સ્વસ્થ છીએ તેઓ વધુ પડતો આત્મવિશ્વાસ ધરાવે છે. જેના કારણે ઘરમાં રહેતાં નાનાં બાળકો, વૃદ્ધોને જોખમમાં મૂકી દઈએ છીએ. માટે જ આપણે સૌએ યાદ રાખવું જોઈએ કે આપણે આપણી ટેવ બદલવી જરૂરી છે. જેમ કે, સેનિટાઈઝરનો ખર્ચ, માસ્ક ધોવા, સાચવવા કે બદલવાની ઝંઝટ, બીજા કયા લોકો નિયમ પાડે છે તેવા વાદ ન કરતાં આપણે તેનો ઉપયોગ કરીએ અને બીજાને પણ સમજાવીએ.