તાજીયા કમિટિઓ દ્વારા પરવાનાવાળા અને પરવાના વગરનાં તાજીયા બનાવવામાં આવે છે. ખાસ કરીને મહીસાગર જિલ્લાનાં લુણાવાડા, બાલાસિનોર, વિરપુર, સંતરામપુર વગેરે શહેરોમાં તાજીયાઓને આખરી ઓપ આપવા મુસ્લિમ યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે. તાજીયાની દર વર્ષે ડિઝાઇન અલગ અલગ પ્રકારની રાખવામાં આવે છે. તેમજ ડિઝિટલ રોશનીથી શણગાર કરવામાં આવે છે.
મહિસાગરમાં મુસ્લિમ યુવાનોએ તાજીયાને આપી આખરી ઓપ
મહીસાગર: મુસ્લિમ યુવાનો દ્વારા તાજીયાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જિલ્લામાં નાના-મોટા આશરે 1500 થી વધુ તાજીયા બનાવવામાં આવી રહ્યા છે. મહિસાગરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇમામ હુશેનની યાદમાં તાજીયા બનાવવામાં આવે છે. બે થી ત્રણ મહિનાની જહેમત બાદ અવનવી ડિઝાઇનોથી તાજીયા આકર્ષક બને છે. હાલ તાજીયામાં આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
મહિસાગરમાં મુસ્લીમ યુવાનોએ તાજીયાને આપ્યો આખરી ઓપ
મહત્વનું છે કે, આ તાજીયાનાં ડિઝાઇનર અને આખરી ઓપ આપનારા કોઇ ઇજનેરી કૌશલ્યનાં પ્રમાણપત્ર ધરાવનાર નથી. માત્ર બુધ્ધી કૌશલ્યથી તાજીયાઓની ડિઝાઇન બનાવવામાં આવે છે. જિલ્લામાં દરેક મુસ્લિમ વિસ્તારોમાં તમામ પ્રકારનાં 500 થી વધુ તાજિયાઓને આખરી ઓપ આપવામાં આવતા તાજીયાઓ રોશનીથી ઝળહળતા રંગબેરંગી અને કલાત્મક ડિઝાઇનોથી સજ્જ થઇ રહ્યા છે.