ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરમાં સુજલામ સુફલામ જળસંચયના કામ થકી મળતી રોજગારી શ્રમિક પરિવારો માટે આશીર્વાદ સમાન

રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારોમાં વસતા મહેનતી લોકો માટે લોકડાઉનની કપરી પરિસ્થિતિમાં આર્થિક સ્થિતિ સક્ષમ બનાવી રાખવા શ્રમિક પરિવારો માટે ઘરઆંગણે રોજગારી પૂરી પાડવાનો સંવેદનાસભર નિર્ણય કર્યો હતો. જેના થકી સુજલામ સુફલામ જળસંચય યોજના-2020 હેઠળ જળસંચયના-જળસંગ્રહના કામોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

sujalam sufalam scheme for workers in mahisagar
મહીસાગરમાં સુજલામ સુફલામ જળસંચયના કામો થકી મળતી રોજગારી શ્રમિક પરિવારો માટે આશીર્વાદ સમાન

By

Published : Aug 14, 2020, 6:06 PM IST

મહીસાગરઃ રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારોમાં વસતા મહેનતી લોકો માટે લોકડાઉનની કપરી પરિસ્થિતિમાં આર્થિક સ્થિતિ સક્ષમ બનાવી રાખવા શ્રમિક પરિવારો માટે ઘરઆંગણે રોજગારી પૂરી પાડવાનો સંવેદનાસભર નિર્ણય કર્યો હતો. જેના થકી સુજલામ સુફલામ જળસંચય યોજના-2020 હેઠળ જળસંચયના-જળસંગ્રહના કામોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.


તે અન્વયે મહીસાગર જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન-2020 અંતર્ગત જુદા જુદા વિભાગો જેવા કે જળ સંપતિ વિભાગ, વન વિભાગ, ગ્રામ વિકાસ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, નગર પાલિકા તથા વોટરશેડ દ્રારા જિલ્લામાં 331 કામોંનુ આયોજન કરવામાં આવેલ હતું. જેની પાછળ અંદાજીત રૂપિયા 878.28 લાખ થશે તેમજ વધારાના લોકભાગીદારીના 130 કામો તથા વિભાગના 67 કામો જેમા ચેકડેમ રીપેરીંગ, નહેર સુધરણા તેમજ નહેર જાળવણીના 05 કામો મળી કુલ 533 કામોનુ આયોજન કરવામાં આવેલું હતું. જેની અંદાજીત રકમ 947.07 લાખ થાય છે તેનું
આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં રોજે રોજનું કમાઇને જીવન નિર્વાહ ચલાવતા શ્રમિક પરિવારોને પૂરતુ કામ અને વેતન મળી રહે તે કોરોનાના વિકટ સંજોગોમાં પણ ઘરઆંગણે રોજગારી મળતાં તે શ્રમિક પરિવારો માટે કોરોના કાળમાં આશીર્વાદરૂપ પુરવાર થયું છે. આમ જિલ્લામાં માસ્ટર પ્લાન મુજબ લોક ભાગીદારીના તળાવ ઉંડા કરવાના કુલ 33 કામોનુ આયોજન કરવામાં આવ્યું હતું. લોકભાગીદારીના તળાવ ઉંડા કરવાના કુલ 136 કામો હાથ ધરી પુર્ણ કરવામાં આવ્યા છે. જેના થકી અંદાજીત 4,38,110 ઘન મીટર જેટલો માટીનો જથ્થો ખોદી કાઢવામાં આવ્યો છે.

જળ સંપતિ વિભાગ તથા મનરેગા હેઠળના તળાવો ઉંડા કરવાના કામગીરીથી અંદાજીત 6 લાખ ઘન મીટર જેટલો માટીનો જથ્થો ખોદી કાઢવામાં આવ્યો છે. આમ આ તળાવો ઉંડા થવાથી 211 લાખ 89 હજાર ઘન ફુટ જેટલો વધુ પાણીનો જથ્થો સંગ્રહ થશે. તેમજ મનરેગા હેઠળના કામોથી 2,34,316 માનવદિન રોજગારી ઉત્પન્ન થયેલ છે. આ રોજગારી ઘેર બેઠા પૂરી પાડી કોરોના કહેર વચ્ચે જરૂરિયાત મંદ શ્રમિક પરિવારોને જીવન ગુજરાન ચલાવવા માટે રાહત સમાન પુરવાર થઇ છે. આમ વધારાના 202 કામો તથા માસ્ટર પ્લાન મુજબ 331 કામો મળી આયોજન કરેલ 533 પૈકી 437 કામો હાથ ધરવામાં આવેલ હતા તે તમામ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે.

આ સુજલામ સુફલામ જળ અભિયાન-2020ના કામો થકી તળાવોમાં જળસંગ્રહ કરવાની શક્તિમાં વધારો થશે. જેથી ગામોમાં આવેલા કુવાઓમાં ભૂગર્ભજળના સ્તર ઊંચા આવશે, પશુ માટે અને ઘર વપરાશ માટે પાણી મળી રહેશે. એટલે બારેમાસ ગામોને પાણીની તકલીફ નહીં પડે તેમજ અંદાજીત 103 હેક્ટર જેટલી જમીન વિસ્તારને સિંચાઇનો લાભ મળશે.

આ સુજલામ સુફલામ જળ અભિયાન-2020 અંતર્ગતની કામગીરીના સમયે કોરોના સંદર્ભે પૂરતી તકેદારી રાખવામાં આવે છે. શ્રમિકોને સામાજિક અંતર જાળવી ફરજિયાત માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરી તેમજ અવારનવાર આરોગ્ય વિભાગ દ્વારા શ્રમિકોની આરોગ્ય તપાસ કરવામાં આવે છે. જેથી શ્રમિકોને કોરોના સંક્રમણથી સુરક્ષિત રાખી શકાય સાથે-સાથે કામના સ્થળે શ્રમિકોને ગરમીમાં રાહત મળે તે માટે છાંયડો અને પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આમ સુજલામ સુફલામ જળસંચય યોજના-2020 હેઠળના જળસંચયના-જળસંગ્રહના કામો થકીપાણી મળતા ખેતી
વિકાસ સારો થશે જેના દ્રારા ગ્રામજનોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે તેથી જ આ કામો ગ્રામ્ય જીવનને મજબૂત કરવામાં મહત્વનો ફાળો ભજવશે.

ABOUT THE AUTHOR

...view details