મહીસાગરઃ નડીયાદ શહેરના મંજીપુરા રોડ પર આવેલ નારણ નગરમાં રહેતા અને ડાકોરમાં સહકારી મંડળીમાં સબ એડિટર તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્ર આશાભાઈ મકવાણાએ ઓડિટ પૂરી કરીને શેરો મારવા માટે રૂપિયા 75,000 ની લાંચ માંગી હતી.
મહીસાગરના વિરપુરમાં ડાકોર સહકારી મંડળીમાં સબ એડિટર 75,000 ની લાંચ લેતા ઝડપાયા - રૂપિયા 75,000 ની લાંચ માંગી
ડાકોર સહકારી મંડળીમાં સબ એડિટર તરીકે ફરજ બજાવતા અને નડીયાદ શહેરમાં રહેતા શખ્સને લુણાવાડા ACBએ ઝડપી પાડયો હતો. ફરિયાદી પાસે ઓડિટ પૂરુ કરી શેરો મારવા માટે રુપિયા 75,000ની લાંચ માંગતા ફરિયાદીએ લુણાવાડા ACBનો સંપર્ક કરી છટકું ગોઠવતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.
![મહીસાગરના વિરપુરમાં ડાકોર સહકારી મંડળીમાં સબ એડિટર 75,000 ની લાંચ લેતા ઝડપાયા aa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6050713-thumbnail-3x2-fksdlnf.jpg)
મહીસાગરના વિરપુરમાં ડાકોર સહકારી મંડળીમાં સબ એડિટર 75,000 ની લાંચ લેતા ઝડપાયા
ફરિયાદી ખેડા કોયડમ દૂધ મંડળીમાં સેક્રેટરી તરીકે વર્ષ 2013થી 2019 સુધી ફરજ બજાવતા હતા. તેમના સમયગાળાનું ઓડિટ બાકી હોવાથી, તે ઓડિટ પૂરી કરી, ઓડિટમાં શેરો મારવા માટે રૂપિયા 75,000ની લાંચ માગી હતી.
જેથી ફરિયાદીએ ACB મહિસાગર-લૂણવાડાનો સંપર્ક સાંધતા ACB ટીમ દ્વારા છટકું ગોઠવીને વિરપુરની હોટલમાં લાંચની રકમ સ્વીકારતા ધર્મેન્દ્ર મકવાણાને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યાં હતા. હાલમાં ACB દ્વારા તેમની વધુ તપાસ કરવામાં આવી રહી છે.