મહીસાગર: કેન્દ્ર સરકારે દ્વારા અનલોક-5 ની ગાઇડલાઇન જાહેર કરી છે. ત્યારે મહિસાગર જિલ્લા કલેક્ટર આર.બી.બારડે આ ગાઇડલાઇનનનો ચુસ્તપણે પાલન કરવા જાહેરાત કરી હતી.
કેન્દ્ર સરકાર દ્વારા અનલોક -5 અંતર્ગત જે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે તે મુજબ આગામી 15 ઓક્ટોબરથી સિનેમાહોલ, થિયેટર, મલ્ટિપ્લેક્સ, 50 ટકા કેપેસિટી સાથે એન્ટરટેઈન્ટમેન્ટ પાર્ક અને તેના જેવા અન્ય પાર્ક સ્વિમિંગ પૂલ, પાર્ક, ગાર્ડન અને બિઝનેસ એક્ઝીબિશન પણ માર્ગદર્શિકા મુજબ ચાલુ કરી શકાશે તેમ જણાવ્યું છે.
અનલોક- 5ની જાહેરાતનું ચુસ્તપણે પાલન કરવુંઃ મહિસાગર જિલ્લા કલેક્ટર
કેન્દ્ર સરકારે દ્વારા અનલોક-5 ની ગાઇડલાઇન જાહેર કરી છે ત્યારે મહિસાગર જિલ્લા કલેક્ટર આર.બી.બારડે આ ગાઇડલાઇનનનો ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું હતુ.
જિલ્લા કલેક્ટરે કન્ટેનમેન્ટ વિસ્તારો અને ભવિષ્યમાં જે વિસ્તારને કંટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવે તે તમામ વિસ્તારોમાં લોકડાઉન ચાલુ રહેશે, જ્યારે આંતર જિલ્લા અને આંતર રાજ્ય મુસાફરી કરવાની થાય તો કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ ન હોવાનું વધુમાં ઉમેર્યું હતું.
જિલ્લા કલેક્ટરે અનલોક -5 માં પણ કોરોના સંદર્ભે તમામ સાવચેતીનું ચુસ્તપણે પાલન કરવું જરૂરી હોવાનું જણાવી કોરોનાના સંક્રમણથી બચવા જેમની ઉંમર 60 કે તેથી વધુ છે તેવા વડીલો, જેમને અન્ય મોટી બીમારીઓ છે તેવા વડીલો અને ખાસ કરીને સગર્ભા મહિલાઓ અને દસ વર્ષથી નીચેની ઉંમરના બાળકો પણ ઘરમાં જ રહે તે ખુબ જરૂરી છે. જાહેર જગ્યાએ ઘરની બહાર નીકળતા સમયે મુસાફરી કરતા અવશ્ય માસ્કનો ઉપયોગ કરી તેમજ સાથો સાથ દુકાન તથા જાહેર જગ્યાએ 6 ફૂટનું અંતર જાળવી રાખીએએ જ આજના સમયે કોરોના સંક્રમણ સામે બચવાનો એકમાત્ર શ્રેષ્ઠ ઉપાય છે તેમ જણાવ્યું હતું.