મહીસાગરમાં લોકડાઉનનો ચુસ્ત અમલ, શહેરના મુખ્ય રસ્તાઓ સૂમસામ બન્યા - Strict implementation of Mahisagar lockdown
મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો નોંધાતા રોગની ભયાનકતા સમજીને લોકો કામ સિવાય ઘરની બહાર નીકળતા ન હોવાથી કરફ્યૂ જેવી સ્થિતિ સર્જાઈ છે.

મહીસાગરમાં લોકડાઉનનો ચુસ્ત અમલ, શહેરના મુખ્ય રસ્તાઓ સુમસામ બન્યા
મહીસાગર: કોરોના વાઇરસ કોવિડ-19 વૈશ્વિક મહામારીના સંકટના કારણે છેલ્લા એક માસથી દેશ અને રાજ્યમાં લોકડાઉન છે. આ સ્થિતિમાં જિલ્લાના શહેરી અને મુખ્ય માર્ગ સૂમસામ બન્યા છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો નોંધાતા રોગની ભયાનકતા સમજીને લોકો કામ સિવાય ઘરની બહાર ન નીકળતા કરફ્યૂ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.