- કોરોના સંક્રમણ વધતા જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ હરકતમાં
- કોરોનાનું સંક્રમણ અટકાવવા કોરોના ટેસ્ટની સ્પેશિયલ ડ્રાઇવ યોજાઈ
- મોટા મોલ અને મોટી દુકાનોમાં કોરોનાના ટેસ્ટ કરાયા
લુણાવાડા: મહીસાગર જિલ્લામાં દિવાળીના તહેવાર દરમ્યાન બજારોમાં ભીડ થતા કોરોના સંક્રમણ વધતા કોરોના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. જેથી મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા કોરોના સુપર સ્પ્રેડર માટે કોરોના ટેસ્ટની સ્પેશ્યિલ ડ્રાઇવ યોજાઈ છે. જેમાં મોટા મોલ અને મોટી કાપડની દુકાનોમાં કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
લુણાવાડામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા સુપર સ્પ્રેડર માટે કોરોના ટેસ્ટની સ્પેશ્યિલ ડ્રાઇવ યોજાઈ દિવાળીના તહેવાર દરમિયાન બજારોમાં ભીડ થતા કોરોના સંક્રમણ વધ્યું
દિવાળીના તહેવાર બાદ સમગ્ર ગુજરાતમાં કોરોના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. જેને લઈ ગુજરાત સરકાર ચિંતિત છે અને કોરોના સંક્રમણમાં ઘટાડો થાય તે માટે સતત પ્રયત્ન કરી રહી છે. ત્યારે મહીસાગર જિલ્લામાં પણ દિવાળીના તહેવાર દરમ્યાન બજારોમાં ભીડ થતા કોરોના સંક્રમણ વધતા કોરોના કેસમાં ચિંતાજનક વધારો થયો છે.
કોરોના ટેસ્ટની સ્પેશિયલ ડ્રાઇવ યોજાવામાં આવી
સુપર સ્પ્રેડર એવા મોટા મોલ, મોટી કાપડની દુકાનો, કિરાના સ્ટોર્સ તેમજ જ્યાં વધુ ભીડ થતી હોય તેવા વિસ્તારમાં કોરોના ટેસ્ટની સ્પેશ્યિલ ડ્રાઇવ યોજાવામાં આવી રહી છે. જેથી કોરોના સંક્રમિત દર્દીઓને શોધી તેમને સારવાર આપી સ્વસ્થ કરી શકાય અને કોરોના સંક્રમણ વધતું અટકાવી શકાય.