મહીસાગરઃ ભારત સરકાર દ્વારા ITIમાં ડ્રાઇવિંગ લાઈસન્સ કઢાવવા માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી, ત્યારે મહીસાગર જિલ્લાના સોનેલા ખાતે આવેલા ITIમાં એક વ્યક્તિ ડ્રાઇવિંગ લાઈસન્સ કઢાવવા માટે ઓનલાઇન એપ્લિકેસન કરી ફી ભરી હતી. જેની કોમ્પ્યુટર ટેસ્ટ માટે 24 જાન્યુઆરીના રોજની એપોઇમેન્ટ મેળલી હતી. જે અંગે શુક્રવારના રોજ ITIમાં પહોંચી જયપ્રકાશ એસ.ખરાડી સિક્યોરિટીને વાત કરતાં તેને કોમ્પ્યુટર ટેસ્ટ પાસ કરવા માટે રૂપિયા 1500ની લાંચની માગણી કરી હતી.
સોનેલા ITIમાં લાઈસન્સ માટેની પરીક્ષા પાસ કરાવવા માટે લાંચ લેતા 4 કર્મીઓ ઝડપાયા - ITI licensure exam pass
લુણાવાડાના સોનેલા ITI ઇન્સ્ટ્રકટર, પટાવાળો તથા સિક્યુરિટીએ સાથે મળીને લર્નિંગ લાઈસન્સનો કોમ્પ્યુટર ટેસ્ટ પાસ કરવા માટે લાંચની રકમ લેતા 4 કર્મીઓને ACBએ ઝડપી પાડયા હતા.
![સોનેલા ITIમાં લાઈસન્સ માટેની પરીક્ષા પાસ કરાવવા માટે લાંચ લેતા 4 કર્મીઓ ઝડપાયા etv](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5838336-thumbnail-3x2-linavada.jpg)
સોનેલા ITIમાં લાઈસેન્સ પરીક્ષા પાસ માટે લાંચ લેતા 4 કર્મીઓ ઝડપાયા
લાંચ અંગેની જાણ ACBને કરતાં ACBના બી.જે. પંડયા, ઇન્ચાર્જ મદદનીશ નિયામક વડોદરાના માર્ગદર્શનથી એક છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં ACB દ્વારા ગોઠવવામાં આવેલા છટકામાં 3 કર્મચારી આબાદ ઝડપાઈ ગયા હતા. તથા લાઈસન્સ ધારકનું પાસ કરવાની જવાબદારી દીપકભાઈ વાઘડિયાએ લીધી હતી. આમ ચાર કર્મચારીઓએ એકબીજાના સહયોગથી લાંચની રકમની માંગણી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતુ.આ વાતની જાણ સંસ્થાને જાણ થતા ચકચાર મચી ગઇ હતી.