ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરમાં અત્યાર સુધી 2.33 લાખ લોકોનું કોરોના વેક્સિનેશન કરાયું - ટીકા ઉત્સવ અભિયાન

મહીસાગર જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા છે તો બીજી તરફ કોરોના વેક્સિનેશન અભિયાન પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જિલ્લામાં 4 દિવસ ટીકા ઉત્સવ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લામાં અત્યાર સુધી હેલ્થ કોરોના વોરિયર, ફ્રન્ટ લાઈન વોરિયર્સ, 45થી 60 અને 60 વર્ષથી વધુ વયના કુલ 2,33,547 લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી છે.

મહીસાગરમાં અત્યાર સુધી 2.33 લાખ લોકોનું કોરોના વેક્સિનેશન કરાયું
મહીસાગરમાં અત્યાર સુધી 2.33 લાખ લોકોનું કોરોના વેક્સિનેશન કરાયું

By

Published : Apr 16, 2021, 2:31 PM IST

  • લુણાવાડા તાલુકામાં સૌથી વધારે 62,724 લોકોનું વેક્સિનેશન કરાયું
  • જિલ્લામાં અત્યાર સુધી 2,33,547 લોકોને કોરોનાની વેક્સિન અપાઈ
  • 2.04 લાખ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ, 29,146 લોકોને બીજો ડોઝ અપાયો

મહીસાગરઃ મહીસાગરમાં કોવિડ-19 સામે આરોગ્ય રક્ષા કવચ આપતું રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. વેક્સિનેશનને વેગવાન બનાવવા 4 દિવસીય ટીકા ઉત્સવ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા 45થી વધુ ઉંમરના નાગરિકોને કોરોના રસી આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા હાથ ધરાયેલા વેક્સિનેશન ઝૂંબેશ હેઠળ જિલ્લામાં અત્યાર સુધી હેલ્થ કોરોના વોરિયર, ફ્રન્ટ લાઈન વોરિયર્સ, 45થી 59 વર્ષ અને 60 વર્ષથી વધુ ઉંમરના કુલ 2,33,547 નાગરિકોએ કોરોના વેક્સિનેશન કરાવી કોરોના સામે આરોગ્ય સુરક્ષા કવચ મેળવ્યું છે.

આ પણ વાંચોઃરાજકોટમાં આ સ્મશાનના સંચાલકે એક વર્ષમાં 1,600 મૃતદેહોની કરાવી અંતિમવિધિ


લુણાવાડામાં સૌથી વધુ 62,724 નાગરિકોએ કોરોના વેક્સિનેશન કરાવ્યું

જિલ્લામાં 14 એપ્રિલ સુધીમાં બાલાસિનોર તાલુકામાં 35,871, સંતરામપુર તાલુકામાં 59,820, લુણાવાડા તાલુકામાં 62,724, ખાનપુર તાલુકામાં 21,719, કડાણા તાલુકામાં 27,825 અને વીરપુર તાલુકામાં 25,611 મળી જિલ્લાના કુલ 2,33,547 જેટલા હેલ્થ કોરોના વોરિયર, ફ્રન્ટ લાઈન વોરિયર, 45થી 59 અને 60 વર્ષથી વધુ વયના શહેરી નાગરિકો દ્વારા કોરોનાનું વેક્સિનેશન કરાવવામાં આવ્યું છે.

અત્યાર સુધીમાં જિલ્લામાં 2,04,401 નાગરિકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો

જિલ્લામાં અત્યાર સુધીમાં 6,927 આરોગ્ય કોરોના વોરિયર, 9143 ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર, 45થી 60 વર્ષના અને 60 વર્ષથી વધુ વયના 1,89,231 જેટલા લોકોને કોરોના રસી મૂકવામાં આવી છે. અત્યાર સુધીમાં જિલ્લામાં 2,04,401 લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ તેમજ 29,146 નાગરિકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.


આ પણ વાંચોઃકોરોનાને કારણે કાર્તક પૂનમે શામળાજી મંદિર બંધ રખાયું, ભક્તોએ બહારથી કર્યા દર્શન


વેક્સિન લીધા પછી પણ માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ રાખવું જરુરી

આ સાથે જિલ્લા કલેકટર આર. બી. બારડે જણાવ્યું હતું કે, આ સાથે સાથે વેક્સિન લીધા પછી પણ કાળજી એટલું જ રાખવાની છે. જેમ કે, માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ રાખવું અને જાહેર ભીડભાડવાળી જગ્યા પર જવું નહીં, સેનિટાઈઝર કરવું, જ્યાં ત્યાં થૂંકવું નહીં અને ખૂબ કાળજી રાખી આ રોગની ગંભીરતાને સમજી આપણે બધા સાથે મળી રોગને નિયંત્રણમાં લાવવા તમામ સહયોગ કરશે તેવી આશા વ્યક્ત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details