ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરના જેઠોલીમાં આવેલા સિદ્ધેશ્વર મહાદેવના કરો દર્શન - Gujarati news

બાલાસિનોર: બાલાસિનોરના જેઠોલી નજીકના જંગલ વિસ્તાર સિદ્ધ બાપજીએ સ્થાપિત કરેલું ચમત્કારિક શિવાલય છે. જે લીલવણિયાના સિદ્ધેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. વર્ષો પહેલા આ સ્થળ પર ચોર, ડાકુઓ અને બહારવટિયાઓનો અડ્ડો હતો. જંગલ વિસ્તાર હોવાને કારણે ગોવાળીયાઓ અહીં પશુઓને ચરાવવા આવતા હતા. એક સમયે અહીં ભારે પવન અને વાવઝોડું આવ્યું અને તેમાથી એક સાધુ પ્રગટ થયા.

બાલાસિનોર

By

Published : Aug 14, 2019, 7:02 AM IST

કહેવાય છે કે, અહીં સાધુ દરરોજ લાડુ બનાવી ગોવાડિયાઓને ખવડાવતા હતા. એક દિવસ એક ગોવાડિયો એક લાડુ ચોરીને ઘરે લઈ ગયો તે પછી લાડુ બનવાના બંધ થઈ ગયા અને સાધુએ કુંડ બનાવી એ જ જગ્યાએ સમાધી લઈ લીધી હતી. અહીં સિદ્ધ બાપજીનો અમરકુંડ છે. જેમાં બારેમાસ પાણી રહે છે. આ મંદિર અંદાજિત 500થી વધુ વર્ષનું જૂનું પૌરાણિક મંદિર છે. સિદ્ધેશ્વર સાધુ અહીં ગુફામાં બેસી શિવ આરાધના કરતાં હતા. જેથી આ ગુફાને પણ ભક્તો પવિત્ર માને છે.

મહીસાગરના જેઠોલીમાં આવેલા સિદ્ધેશ્વર મહાદેવના કરો દર્શન

અહીં શ્રાવણ માસ, શિવરાત્રિ અને બેસતા વર્ષના દિવસે બહુ મોટો મેળો ભરાય છે. હજારોની સંખ્યામાં લોકો મેળો મ્હાલવા આવે છે. જંગલ વિસ્તાર હોવા છતાં લોકો અહાં ગુફામાં એક ચમત્કારિક શિવલિંગના દર્શને આવે છે.

ABOUT THE AUTHOR

...view details