- મહીસાગરમાં 12 ડિસેમ્બરે યોજાશે ઈ લોક અદાલત
- ઈ લોક અદાલતમાં સમાધાનપૂર્વક કેસનો નિકાલ કરાશે
- જિલ્લા-તાલુકા કાનૂની સેવા સમિતિને જાણ કરવા રજૂઆત
મહીસાગરઃ મહીસાગર જિલ્લા કાનૂની સેવા મંડળ દ્વારા 12મી ડિસેમ્બર શનિવારે સવારે 10 વાગ્યે ઈ-લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમાધાન લાયક કેસોનો નિકાલ કરવામાં આવશે. આ ઈ લોક અદાલતમાં કેસો મૂકવા ઈચ્છતા પક્ષકારો, વકીલોએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મહીસાગર, લુણાવાડા તથા મહીસાગર જિલ્લાની જે તે તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેનોનો સંપર્ક કરવો પડશે. હાલની કોવિડ-19ની મહામારી પરિસ્થિતિને ધ્યાને લઈ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને ગુજરાત હાઈકોર્ટનું માર્ગદર્શન એસઓપીનું ચુસ્ત પાલન કરવું પડશે. તેમ ઈન્ચાર્જ ચેરમેન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને મહીસાગરના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ જજે જણાવાયું છે.