ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરમાં જિલ્લા કક્ષાનો "મારો જિલ્લો-બાળલગ્ન મુક્ત અને બાળ મજૂરી મુક્ત" અંતર્ગત સેમિનાર યોજાયો - મહીસાગર ન્યૂઝ

મહીસાગરમાં દદનીશ શ્રમ આયુક્તની કચેરી, મહીસાગર અને ગોધરા જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા મારો જિલ્લો-બાળલગ્ન મુકત અને બાળ મજૂરી મુકત અંતર્ગત જિલ્લા કક્ષાનો એક દિવસીય વર્કશોપ યોજાયો હતો.

mahisagar
mahisagar

By

Published : Mar 4, 2020, 4:52 AM IST

લુણાવાડાઃ મદદનીશ શ્રમ આયુક્તની કચેરી, મહીસાગર અને ગોધરા જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા મારો જિલ્લો-બાળલગ્ન મુકત અને બાળ મજૂરી મુકત અંતર્ગત જિલ્લા કક્ષાનો એક દિવસીય વર્કશોપ લુણાવાડા રાજપુત સમાજનીવાડીમાં જિલ્લા ખાતે યોજાયો હતો.જેનો શુભારંભ પંચાયત પ્રમુખ શ્રીમતી મંજુલાબેન ખાંટની અધ્યક્ષતામાં અને જિલ્લા કલેક્ટર આર.બી.બારડ તથા જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીની વિશેષ ઉપસ્થિતિમાં મંગલદીપ પ્રગટાવી કરવામાં આવ્યો હતો .

મહીસાગરમાં જિલ્લા કક્ષાનો "મારો જિલ્લો-બાળલગ્ન મુક્ત અને બાળ મજૂરી મુક્ત" અંતર્ગત સેમિનાર યોજાયો

આ વર્કશોપને સંબોધતા જિલ્લા કલેક્ટરે આજના આધુનિક યુગમાં હજુ પણ કેટલાક સમાજમાં થઈ રહેલા બાળલગ્ન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ તેમણે આ સમાજમાં જાગૃતિની વિશેષ જરૂરીયાત પર ભાર મુકતા કુરીવાજોમાંથી બહાર લાવી મુખ્ય પ્રવાહમાં જોડવા અનુરોધ કર્યો હતો. સાથે જ જિલ્લા બાળસુરક્ષા એકમ દ્વારા ગત છ માસમાં જિલ્લામાં 22 બાળ લગ્ન અટકાવવામાં સફળતા મળી હોવાનું જણાવ્યું હતું.

આ કાર્યક્રમને સંબોધતા જિલ્લા વિકાસ અધિકારીએ બાળ અધિકારના કાયદાઓનો વધુમાં વધુ પ્રચાર પ્રસાર થાય અને મહીસાગર જિલ્લો-બાળલગ્ન મુકત અને બાળ મજૂરી મુકત બને તે માટે આ સેમિનાર ઉપયોગી પુરવાર થાય તેવી આશા વ્યક્ત કરી હતી.

આ વર્કશોપમાં બાળ લગ્ન પ્રતિબંધક અધિનીયમ-2006, બાળ અને તરૂણ શ્રમિક (પ્રતિબંધ અને નિયમન-1986)નોસાર, જુવેનાઇલ જસ્ટીસ એક્ટ-2015 અને ગુજરાત રૂલ્સ -2019 અને બાળ અધિકારો અંગે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી નીરવ પંડ્યા, લીગલ કમ પ્રોબેશન ઓફિસર એ.જી.કુરેશી અને સતીશભાઇ પરમાર, શ્રમ અધિકારી તેજશભાઇ પંડ્યા અને ચાઇલ્ડ વેલ્ફેર કમીટીના ચેરમેન મહેન્દ્રભાઇ પટેલે ઉપસ્થિત લોકોને 181 મહિલા હેલ્પ લાઇન, નારી અદાલત, સખી વન સ્ટોપ, સુરક્ષાસેતુ સોસાયટી સહિત વિવિધ સંસ્થાઓ, અગ્રણીઓ, મહિલાઓને બાળ અધિકારોના કાયદાની ઉપયોગી માહિતી અને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.


ABOUT THE AUTHOR

...view details