- કલેક્ટરના હસ્તે શ્રેષ્ઠ શાળાના આચાર્યોને પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરાયા
- પસંદગી પામેલ ત્રણેય શાળાઓને રૂપિયા 1 લાખનો ચેક આપવામાં આવ્યો
- શાળાઓનું સર્વગ્રાહી મૂલ્યાંકન કરી એવોર્ડ માટે પસંદગી કરાઇ
લુણાવાડા: ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ, નિયામક શાળાઓની કચેરી, ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી મહીસાગરના સંયુક્ત ઉપક્રમે વર્ષ 2020-21 જિલ્લાકક્ષાની શ્રેષ્ઠ શાળા એવોર્ડ પ્રતિયોગિતામાં જિલ્લાના શહેરીકક્ષાએ લુણાવાડાની કિસાન માધ્યમિક શાળા, ગ્રામ્ય કક્ષાએ સંતરામપુર તાલુકાના નરસિંગપુરની મુરલીધર વિદ્યાલય અને મોટીસરસણની યુ.આર.પટેલ વિદ્યાલયને શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ જિલ્લા કલેક્ટર આર.બી. બારડના હસ્તે આપવામાં આવ્યો હતો. જિલ્લા શિક્ષણાધિકારી પી.એન.મોદી દ્વારા ઉપસ્થિતિમાં પસંદગી પામેલ આ 3 શાળાઓને 1 લાખનો ચેક અને પ્રમાણપત્ર આપવામાં આવ્યાં હતા. જિલ્લા કલેક્ટર અને શિક્ષણ વિભાગે પુરસ્કૃત શાળાઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પણ વાંચો:GTUના આસિસ્ટન્ટ અશોક ચાવડાને એવોર્ડ મળ્યો