ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરમાં કલમ 144 લાગુ, કોરોના વાઇરસને પગલે જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું - મહીસાગરમાં કલમ 144 લાગુ

સમગ્ર વિશ્વમાં WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલા કોરોના વાઇરસ (COVID-19)ના ભારતમાં પણ કેસ નોંધાયા છે. આ અનુસંધાને તેના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે ગુજરાતના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગના એપેડેમીક ડીસીઝ એકટ અનુસાર મહીસાગર જિલ્લા કલેક્ટર આર.બી.બારડે કલમ 144 અને કલમ 37(4) હેઠળ તા. 23 માર્ચથી તા. 31 માર્ચ સુધી જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે.

મહીસાગરમાં કલમ 144 લાગુ, કોરોના વાઇરસને પગલે જીલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યુ
મહીસાગરમાં કલમ 144 લાગુ, કોરોના વાઇરસને પગલે જીલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યુ

By

Published : Mar 24, 2020, 8:45 AM IST

મહીસાગરઃ અધિકારીની પરવાનગી વગર અનધિકૃત/ગેરકાયદેસર રીતે ચાર કે ચારથી વધુ વ્યક્તિઓએ એક સાથે કોઇપણ જગ્યાએ એકઠા થવા પર પ્રતિબંધ તેમજ પૃર્વ પરવાનગી વગર કોઇપણ પ્રકારના સભા, સરઘસ, સંમેલન, મેળાવડા કે લોકમેળા કે જે પ્રસંગે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય તેવા કોઇ આયોજન કરવા નહીં કે આવા આયોજનમાં વિશાળ સંખ્યામાં લોકોએ હાજર રહેવું નહી.

મોલ મલ્ટીપ્લેકસ, સિનેમા અને નાટયગૃહો, જીમ, સ્પોર્ટસ કોમ્પલેક્સ, સ્વીમીંગ પુલ, ડાંસ ક્લાસીસ, ગેઇમ ઝોન કલબહાઉસ, એમ્યુઝમેન્ટ પાર્ક, પાર્ટી પ્લોટ, મેરેજ હોલ, લગ્ન વાડી, હાટ બઝાર અથવા જ્યાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય તેવા તમામ સ્થળો જાહેર જનતા માટે બંધ રાખવા આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હોય તે સિવાયની તમામ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓ, ટયુશન/કોચિંગ ક્લાસ વગેરે જગ્યાએ તમામ શૈક્ષણિક કાર્યો બંધ રાખવા, શૈક્ષણીક કામગીરી સાથે સંકળાયેલી સરકારી તથા ખાનગી હોસ્ટેલ તાત્કાલિક અસરથી બંધ કરવી, જિલ્લામાં આવેલા શહેર બાગ બગીચા તથા ધાર્મિક મેળાવડાઓ બંધ રાખવા.

મહીસાગરમાં કલમ 144 લાગુ, કોરોના વાઇરસને પગલે જીલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યુ

જિલ્લામાં પાન-માવા-તમાકુના ગલ્લાઓ ચાની દુકાન/લારીઓ, સીગારેટ બીડીની દુકાનો તથા આ પ્રકારની ચીજ વસ્તુનું વેચાણ કરતી દૂકાનો કે જ્યાં મોટી સંખ્યામાં લોકોના અવર-જવર રહેતી હોઈ તેવી તમામ દુકાનો બંધ રાખવી તેમજ તમામ હોટલો, રેસ્ટોંરેટ, ખાણીપીણીના સ્થળ, મીઠાઇ-ફરસાણની દુકાને ભોજનાલય વિગેરેએ COVID- 19 અંગે રાજય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. કોઇપણ વ્યક્તિ, સંસ્થા કોરોના વાઇરસ અંગે ખોટી અફવા/માહિતી કોઇપણ પ્રકારના મીડિયા મારફત ફેલાવશે તો તે ગુનો ગણાશે અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

જો કોઇ નાગરીક જાહેર થયેલા કોરોના વાઇરસ પોઝીટીવ વિસ્તાર દેશમાંથી આવ્યો હશે, તો તેમણે નજીકની સરકારી હોસ્પીટલ અથવા જિલ્લાના કંટ્રોલ રૂમ ફોન નં. 02674-250830/ 253971 અથવા હેલ્પ લાઇન નં.104 પર આ અંગે ફરજીયાત જાણ કરવાની તથા જરુરી તમામ માહિતી આપવાની રહેશે. વહીવટી તંત્રની સુચના અનુસાર હોમ ક્વોરેનટાઇન એટલે સામાન્ય રીતે આવી વ્યક્તિનું જે સામાન્ય રહેઠાણ છે. તે અને આઇસોલેશનનો પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જો તેમ કરવામાં નહી આવે તો તેઓને ફરજીયાતપણે મહીસાગર જિલ્લાના ક્વોરેનટાઇન વોર્ડમાં ખસેડી એપેડેમીક ડીસીઝ એકટની જોગવાઇ મુજબ દંડનીય અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જિલ્લામાં જાહેર રસ્તાઓ પર કોઇ વ્યક્તિ થૂંકીને કે અન્ય રીતે ગંદકી કરશે અથવા ગંદકી ફેલાવશે તો તેમની પાસેથી નિયમોનુસાર દંડ વસુલ કરવામાં આવશે. જિલ્લામાં કતલખાના તાત્કાલિક અસરથી બંધ કરવા તેમજ માંસના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે.

ABOUT THE AUTHOR

...view details