મહીસાગર: લોકડાઉનમાં કેસર કેરીના રસિકોને કેસર કેરીનો આસ્વાદ માણવા મળશે કે, કેમ તેવી ચિંતાઓ હતી. પરંતુ લોકડાઉન 4 માં સરકાર દ્વારા ધંધા રોજગાર માટે છૂટ આપવામાં આવતા સૌરાષ્ટ્રની તલાલા ગીરની પ્રખ્યાત કેસર કેરીનું મહીસાગર જિલ્લામાં આગમન થયું છે. મહીસાગર જિલ્લામાં લોકડાઉનના સમયગાળામાં તંત્રની મંજૂરી સાથે વાહન પાસ મેળવી 500 કિલોમીટરથી વધુ અંતરથી તલાલા ગીરની કેસર કેરી જિલ્લાના સ્થાનિક યુવાનો લાવીને તેનું વેચાણ કરી અને રોજગારી મેળવી રહ્યાં છે.
લોકડાઉન-4: મહીસાગરમાં સૌરાષ્ટ્રની પ્રખ્યાત કેસર કેરી મળતી થઈ - Saurashtra
લોકડાઉન 4 માં ધંધા રોજગારને મળેલી છૂટને કારણે સૌરાષ્ટ્રની પ્રખ્યાત કેસર કેરીનું મહીસાગર જિલ્લામાં આગમન થયું છે. મહીસાગર જિલ્લામાં લોકડાઉનના સમયગાળામાં તંત્રની મંજૂરી સાથે વાહન પાસ મેળવી 500 કિલોમીટરથી વધુ અંતરથી તલાલા ગીરની કેસર કેરી જિલ્લાના સ્થાનિક યુવાનો લાવીને તેનું વેચાણ કરી રોજગારી મેળવી રહ્યાં છે.
મહીસાગરમાં સૌરાષ્ટ્રની પ્રખ્યાત કેસર કેરી મળતી થઈ
કેસર કેરી લાવવા માટે તંત્ર દ્વારા વાહન પાસની મંજૂરી આપવામાં આવતા કેસર કેરી વેચાણ કરનારા યુવાનો તંત્રનો આભાર વ્યક્ત કરે છે.