ગુજરાત

gujarat

ETV Bharat / state

રૂપિયા 7,96,260ના મુદ્દામાલ સાથે સંતરામપુર પોલીસે 2 ઇસમોને ઝડપી પાડ્યા - LCB PI Panchmahal

પંચમહાલ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક દ્વારા મિલકત વિરૂદ્ધ બનતા ગુના અટકાવવા તથા પ્રોહિબીશન જુગારની બદી અટકાવવા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હતું.

રૂપિયા 7,96,260ના મુદ્દામાલ સાથે સંતરામપુર પોલીસે 2 ઇસમોને ઝડપી પાડ્યા
રૂપિયા 7,96,260ના મુદ્દામાલ સાથે સંતરામપુર પોલીસે 2 ઇસમોને ઝડપી પાડ્યા

By

Published : Dec 17, 2020, 11:25 AM IST

  • રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક અને જિલ્લા પોલીસ અધિક્ષકનું સ્પેશયલ ડ્રાઇવનું આયોજન
  • ભારતીય બનાવટનો દારૂનો જથ્થો ઝડપાયો
  • ઇસમો વિરૂદ્ધ પ્રોહિબીશન એક્ટ મુજબ કાર્યવાહી કરી
  • કુલ રૂપિયા 7,96,260 નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો

મહીસાગરઃ પંચમહાલ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક રાકેશ
બારોટ દ્વારા મિલકત વિરૂદ્ધ બનતા ગુના અટકાવવા તથા પ્રોહિબીશન/જુગારની બદી અટકાવવા સ્પેશિયલ ડ્રાઇવનું
આયોજન કરવામાં આવેલ હતું.

રૂપિયા 7,96,260ના મુદ્દામાલ સાથે સંતરામપુર પોલીસે 2 ઇસમોને ઝડપી પાડ્યા

ભારતીય બનાવટનો પરપ્રાન્તિય દારૂનો જથ્થો ઝડપાયો

જે અનુસંધાને LCB PI ની સુચના અને માર્ગદર્શન મુજબ તથા LCB PI અને સ્ટાફના સભ્ય દ્વારા સંતરામપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન PSI ને ખાનગી રાહે બાતમી મળેલી કે લીમડી સંજેલી તરફથી ટાટા ફોર એક્સ ફોર ગાડીમાં ભારતીય બનાવટનો પરપ્રાન્તિય દારૂનો જથ્થો ભરી ઝાલોદ તરફથી લુણાવાડા તરફ આવનારા છે.

ખાનગી બાતમી આધારે 2 ઇસમની ધરપકડ

જે ખાનગી બાતમી આધારે LCB સ્ટાફ ફળવા ગામ તરફ વોચમાં હતો. તે દરમિયાન બાતમી વાળી ટાટા ફોર એક્સ ફોર
તથા વર્ના ગાડી આગળ પાછળ નીકળતા તે ગાડી ઉભી રાખતા ગાડીમાંથી વસીમ સત્તારભાઇ ગાજી તથા તેની સાથે બેસેલ
ફીરોજ સલામ ઘોડાવાલા બંનેને પોલીસે ઝડપી લીધા હતા અને તેમની પાછળ આવતી ટાટા ફોર એક્સ ફોર ગાડીમાં
બેસેલ ઇસમ અંધારાનો લાભ લઇ નાસી ગયો હતો.

ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી

પોલીસ તપાસ કરતા ભારતીય બનાવટની દારૂની બીયરના ટીન તથા કવાટર નંગ 1668 જેની કૂલ કિંમત રૂપિયા 1,75,260 મળી આવ્યા તથા દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલી ગાડીઓ નંગ-2ની કુલ કિમત રૂપિયા 6,00,000 તથા મોબાઇલ નંગ 4 ની કિંમત રૂપિયા 21,000 મળી કુલ કિમત રૂપિયા 7,96,260નો પ્રોહિબીશન મુદ્દામાલ સાથે બંને ઇસમો વિરૂદ્ધ પ્રોહિબીશન એક્ટ મુજબ સંતરામપુર પોલિસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details