મહિસાગરઃ સંતરામપુર તાલુકામાં કોવિડ-19 કોરોના સંક્રમણના કેસો એક પછી એક વધવાને કારણે તંત્ર એલર્ટ બન્યું છે અને કોવિડ-19 પોઝિટિવ કેસ વધવાની બાબતને ધ્યાનમાં રાખી સંતરામપુર વિધાનસભાના ધારાસભ્ય ડૉ. કુબેરભાઈ ડીંડોરે વીડિયો ક્લિપ દ્વારા સંતરામપુર અને કડાણા તાલુકાની જનતાને કોરોના વાઇરસ વધુ ન ફેલાય તેના સાવચેતીના ભાગરૂપે ઘરમાં રહેવાની અપીલ કરી છે.
કોરોના સંક્રમણને અટકાવવા માટે સરકાર દ્વારા અનેક સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. મહિસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે આરોગ્યલક્ષી કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે.
હાલમાં મહીસાગર જિલ્લામાં કોરોના સંક્રમણના કેસો એક પછી એક વધવાને કારણે તંત્ર એલર્ટ બન્યું છે. સંતરામપુરમાં 02 કોરોના કેસ બાદ તાલુકાના બટકવાડા ગામે કોવિડ-19 નો પોઝિટિવ કેસ મળતા તકેદારીના ભાગ રૂપે કન્ટેન્ટમેંટ એરિયા જાહેર કર્યો છે અને મોલારા, સીમલિયા, કોતરા, ગામોને બફરઝોન તરીકે જાહેર કર્યા છે.
સંતરામપુર તાલુકામાં કોવિડ -19 પોઝિટિવ કેસ વધવાની બાબતને ધ્યાનમાં રાખી સંતરામપુર વિધાનસભાના ધારાસભ્ય ડૉ. કુબેરભાઈ ડીંડોરે વીડિયો ક્લિપ દ્વારા સંતરામપુર નગર અને તાલુકો તેમજ કડાણા તાલુકાની જનતાને કોરોના વાઇરસ વધુ ન ફેલાય તેના સાવચેતીના ભાગરૂપે ઘરમાં રહેવાની અપીલ કરી છે. તેમજ સરકારી તંત્ર, મામલતદાર, પોલીસ તંત્ર, આરોગ્ય તંત્રને સહયોગ આપવા અપીલ કરી છે.