લુણાવાડામાં "સખી" વન સ્ટોપ સેન્ટરનો જિલ્લા કલેક્ટર દ્વારા શુભારંભ કરાયો
લુણાવાડા: મહીસાગર જિલ્લાના લુણાવાડામાં કેન્દ્ર સરકારની વન સ્ટોપ સેન્ટર યોજના અન્વયે હિંસાથી પીડીત મહિલાઓને તમામ પ્રકારની સેવા (કાઉન્સીલીંગ,તબીબી સેવા, કાયદાકીય માર્ગદર્શન તથા સહાય, પોલીસ સહાય, મનોવૈજ્ઞાનિક પરામર્શ અને હંગામી ધોરણે આશ્રય) એક જ સ્થળે મળી રહે તે માટે જિલ્લા કલેક્ટર આર.બી.બારડના વરદહસ્તે “સખી“વન સ્ટોપ સેન્ટર મહિસાગરનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ શુભારંભ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં આ સેન્ટરનો પ્રારંભ થવાથી હિંસાથી પીડીત મહિલાઓને જરૂરી તમામ સેવાઓ એક જ સ્થળે મળી રહેશે. તથા જરૂરીયાત મંદ મહિલાઓ માટે “સખી” બની સેવા પુરી પાડે તેવી આશા વ્યક્ત કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પીડીત મહિલાઓએ આ “સખી” વન સ્ટોપ સેન્ટરનો લાભ લેવા જણાવ્યું હતું.આ કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારી રોહનભાઈ ચૌધરી, દહેજ પ્રતિબંધક અધિકારી મનહર રોઝ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક ચૌહાણ, તબીબી અધિક્ષક, ફિલ્ડ ઓફીસર રજનીશ પટેલ તથા સારથી સંસ્થાના ટ્રસ્ટીઓ સહિત
કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.