- સંતરામપુર તાલુકામાં મનરેગા યોજના અંતર્ગત તળાવ ઉંડુ કરવાની કામગીરી
- મેડિકલ ટીમ દ્વારા શ્રમિકોનું તાપમાન માપી તેમજ શ્રમિકોના RTPCR ટેસ્ટ કરાશે
- તળાવમાં 51.83 લાખ લિટરથી વધુ પાણી સંગ્રહ કરવાની શક્તિમાં વધારો
મહીસાગર :સંતરામપુર તાલુકામાં મનરેગા યોજના અંતર્ગત રાણીજીની પાદેડી ગ્રામ પંચાયત હસ્તકનું તળાવ ઉંડુ કરવાની કામગીરી હાલમાં કાર્યરત છે. તેમાં જોડાયેલા ગ્રામ્ય શ્રમિકોની આરોગ્ય ચકાસણી આરોગ્ય વિભાગની મેડિકલ ટીમ દ્વારા 859 શ્રમિકોનું થર્મલ ઘનથી તેમના શરીરનું તાપમાન માપી તેમજ શ્રમિકોના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
સુજલામ સુફલામ જળસંચય યોજના હેઠળ તળાવ ઉંડુ કરવાની કામગીરી
સુજલામ સુફલામ જળસંચય યોજના હેઠળ મનરેગા થકી સંતરામપુર તાલુકામાં મનરેગા યોજના અંતર્ગત રાણીજીની પાદેડી ગ્રામ પંચાયત હસ્તકનું તળાવ ઉંડુ કરવાની કામગીરી હાલમાં કાર્યરત છે. આ તળાવમાંથી 5,183 ઘનમીટર માટી ખોદીને કાઢવામાં આવશે. જેનાથી આ તળાવમાં 51.83 લાખ લિટરથી વધુ પાણી સંગ્રહ કરવાની શક્તિમાં વધારો થશે.
આ પણ વાંચો : એન્ટીજન અને RT-PCR ટેસ્ટમાં પણ ન પકડાતો નવો કોરોના સ્ટ્રેન
જોબ કાર્ડ ધરાવતાં શ્રમિક પરિવારોને 7,434 જેટલી રોજગારી ઘેર બેઠા પૂરી પડાશે