મહીસાગર: પંથકમાં ચાલુ વર્ષે વરસાદ ઓછો અને અનિયમિત વરસાદથી ખેડૂતોમાં ડાંગરની રોપણી માટે ચિંતા જન્મી હતી. પરંતુ જિલ્લામાં વરસાદ આવતા કેટલાક ખેડૂતોએ ડાંગરનું ધરુ મેળવી ડાંગરની રોપણી કરવાની શરૂઆત કરી છે. ડાંગરની ખેતી ખાસ કરીને વધુ પાણીની જરૂરિયાત પર આધારિત છે. પરંતુ હાલમાં વરસાદ થતાં ખેડૂતોએ ડાંગરની રોપણી શરૂ કરી છે.
મહીસાગરમાં વરસાદ થતાં ખેડૂતોએ ડાંગરની રોપણી શરુ કરી
મહીસાગરમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા તેમજ જિલ્લામાં અનિયમિત વરસાદ રહેતાં ખેડૂતોમાં ડાંગરની રોપણીને લઈ ચિંતા હતી. ડાંગરની ખેતી માટે ખૂબ જ વરસાદની જરૂર હોય છે. મહીસાગર જિલ્લામાં ડાંગર રોપણી લાયક વરસાદ આવતા જિલ્લામાં કેટલાક ખેડૂતોએ ડાંગરના ધરુ મેળવી ડાંગરની રોપણી કરવાની શરૂઆત કરી છે.
મહીસાગરમાં વરસાદ થતાં ખેડૂતોએ ડાંગરની રોપણી શરુ કરી
ખેડૂતો જણાવ્યું કે, જો વરસાદ હજી સારો પડે તો ડાંગરના પાકની ઉપજ સારી લઈ શકાય અને બીજા ખેડૂતોને પણ ફાયદો થાય અને ચોમાસું પાકની ખેતી નિષ્ફળ ન જાય.