મહીસાગર : જિલ્લામાં વર્ષ-2016,17માં રમેશચંદ્ર પી. કટારા ફરજમાં કાર્યરત હતા. પુર્વ અધિક નિવાસી કલેક્ટર અને હાલમાં વય નિવૃત્ત થઇ નાની રેલ પુર્વ ગામ ખાતે પરીવાર સાથે નિવૃત્ત જીવન ગુજારતા રમેશચંદ્ર પી.કટારાનું દુઃખદ અવસાન થયું છે.
મહિસાગરના નિવૃત્ત અધિક નિવાસી કલેક્ટર રમેશચંદ્ર પી. કટારાનું અવસાન - નિયામક મહેશચંદ્ર કટારા
મહીસાગરના નિવૃત્ત અધિક નિવાસી કલેક્ટર રમેશચંદ્ર પી. કટારાનું દુઃખદ અવસાન થતા ઘેરા શોકની લાગણી છવાઈ છે. તેઓ વર્ષ-2016-17માં મહીસાગર જિલ્લા સેવા સદન ખાતે ફરજમાં કાર્યરત હતા.
અધિક નિવાસી કલેક્ટર
વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ, સ્વજનો અને મિત્ર વર્તુળે શોક સંતપ્ત પરીવારને સંવેદના વ્યકત કરી છે. વર્તમાન કોવિડની ગાઇડલાઇનને અનુસરી 9મી ઓક્ટોબરના રોજ નાનીરેલ દાહોદ ખાતે 11:00 થી 5:00ના સમયગાળા દરમ્યાન શ્રધ્ધાંજલી કાર્યક્રમ તેમના નિવાસ સ્થાને રાખવામાં આવ્યો છે. તેમને શ્રધ્ધાસુમન અર્પણ કરતા તેમના ભાઇ નિવૃત્ત સંયુક્ત માહિતી નિયામક મહેશચંદ્ર કટારાએ એક યાદીમાં જણાવ્યું છે.