ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગર જિલ્લા ભાજપ દ્વારા સભ્ય નોંધણી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો - MAHISAGAR

મહીસાગર: જિલ્લા સદસ્યતા અભિયાન અંતર્ગત પ્રાથમિક સભ્ય નોંધણીનો કાર્યક્રમ શનિવારે જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા નગરપાલિકા હૉલ ખાતે ભાજપના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

dsgz

By

Published : Jul 7, 2019, 3:24 AM IST

પ્રથમિક સદસ્યતા નોંધણીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 18 પંચમહાલ લોકસભાના સાંસદ રતનસિંહ રાઠોડ, મહીસાગર જિલ્લા સંગઠન પર્વ ઇન્ચાર્જ અને રાજ્યના અન્ન નાગરિક પુરવઠા અધ્યક્ષ રાજેશભાઈ પાઠક, મહિલા ચેર પર્સન લીલાબેન અંકોલિયા, મહીસાગર જિલ્લા પ્રમુખ જે.પી.પટેલ તેમજ જિલ્લામાંથી આવેલા અન્ય હોદ્દેદારો-કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

મહીસાગર જિલ્લા ભાજપ દ્વારા સભ્ય નોંધણી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

આ પ્રસંગે ઉપસ્થિત રાજ્યના અન્ન નાગરિક પુરવઠા અધ્યક્ષ રાજેશભાઈ પાઠકે જણાવ્યું હતું કે, ભાજપ દુનિયાની સૌથી મોટી પાર્ટી બની છે ત્યારે સમગ્ર દેશમાં, તાલુકાઓમાં ભારતીય જનતા પાર્ટીના સદસ્યો વધુમાં વધુ સંખ્યા બને અને તેનો વ્યાપ વધે તેમજ ભાજપની પાર્ટીને આજના દિવસથી ઉચ્ચ શિખર પર પહોંચાડવાનો સંકલ્પ કર્યો છે. આ સાથે દેશના વડાપ્રધાનને વૃક્ષારોપણ કરવાની હાંકલ કરી છે તેની શરૂઆત આજથી ખોડિયાર માતાના મંદિરે વૃક્ષારોપણ દ્વારા કરી હતી.

ABOUT THE AUTHOR

...view details