ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરમાં ચણાના પાકની ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન શરૂ - Start registration for purchase at support price

ખેડૂતોએ વાવેતર કરેલા પાકનું સારું મૂલ્ય તેમને મળે તે માટે સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે પાકની ખરીદી કરવામાં આવતી હોય છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લામાં ચણાના પાકની ટેકાના ભાવે ખરીદી કરવા માટે રજિસ્ટ્રેશન શરૂ થયું છે. જેમાં ખેડૂતો મોટી સંખ્યામાં ઉત્સાહ ભેર રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે.

મહીસાગરમાં ચણાના પાકની ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન શરૂ
મહીસાગરમાં ચણાના પાકની ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન શરૂ

By

Published : Feb 5, 2021, 7:54 PM IST

  • ચણાના પાકની ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન શરૂ
  • સરકાર દ્વારા ચણાની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય
  • ટેકાનો ભાવ 20 કિલોના 1,020 રૂપિયા નક્કી કરાયા

મહીસાગરઃ ખેડૂતો દ્વારા પકવામાં આવતા અનાજના ભાવ બજારના ભાવ કરતા સારા મળે અને ખેડૂતની આવકમાં વધારો થાય તે માટે સરકાર દ્વારા અનાજના ટેકાના ભાવ નક્કી કરી પાકની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી હોય છે. જે અંતર્ગત ચાલુ વર્ષે પણ ખેડૂતો દ્વારા રવિ પાકમાં વાવેતર કરવામાં આવેલા ચણાના પાકની 20 કિલોના 1020 રૂપિયા ટેકાનો ભાવ નક્કી કરી ચણાની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

મહીસાગરમાં ચણાના પાકની ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન શરૂ

ખેડૂતોએ મોટી સંખ્યામાં રજિસ્ટ્રેશન કરાવ્યું

જે માટે રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે મહીસાગર જિલ્લામાં પણ ટેકાના ભાવે ચણાની ખરીદી માટેનું રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. મોટી સંખ્યામાં જિલ્લાના ખેડૂતો ઉત્સાહ ભેર રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે અને સરકાર દ્વારા ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવી રહી છે તે નિર્ણયને આવકારી ખેડૂતો સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.

મહીસાગરમાં ચણાના પાકની ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન શરૂ

ABOUT THE AUTHOR

...view details