- મહીસાગરમાં સ્વસ્થ થનાર દર્દીઓની સંખ્યામાં વધારો
- દર્દીઓએ સારવાર અંગે પોતાની પ્રતિક્રિયા આપી
- સ્વસ્થ થયેલા દર્દીઓએ લોકોને વેક્સિન લેવા કરી અપીલ
લુણાવાડા: રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં કોરોના સંક્રમણના કેસમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે મહીસાગર જિલ્લામાં પણ કોરોના કેસ વધવાની સાથે સાથે સાથે જિલ્લામાં રિકવરી રેટ પણ વધી રહ્યો છે. કોરોનાને માત આપનારા દર્દીઓએ પોતાની સારવાર અંગે પ્રતિક્રિયા પણ આપી હતી.
મહીસાગર જિલ્લામાં કોરોના સંક્રમણની સાથે રિકવરી રેટ પણ વધ્યો, સાજા થયેલા દર્દીઓએ આપી પ્રતિક્રિયા જાણો શું કહ્યું સાજા થયેલા દર્દીઓએ
મહીસાગર જિલ્લાના લુણાવાડામાં આવેલી જનરલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પટ્ટન ગામના વિરાભાઇ માછીએ સ્વસ્થ થયા બાદ હોસ્પિટલના સ્ટાફ અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં આવેલી સરકારી સ્ટેટ હોસ્પિટલમાં સારવાર લઈને સ્વસ્થ થયેલા સરસણ ગામના ભરત પટેલે હોસ્પિટલમાં મળેલી સારી સારવાર વિશે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને તેમણે વેક્સિન લીધી હોવાથી જલદી સ્વસ્થ થયા હોવાનું જણાવ્યું હતું અને અન્ય લોકોને વેક્સિન લેવા માટે અપીલ પણ કરી હતી.