મહિસાગર: બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામે વિશ્વનો ત્રીજો અને ભારત દેશનો પ્રથમ ડાયનાસોર પાર્ક આવેલું છે. જે ગત વર્ષે રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યું હતું. ત્યારબાદ સમગ્ર ગુજરાત સહિત અન્ય જગ્યાએથી ભારે માત્રામાં પર્યટકો રૈયોલી ડાયનાસોર પાર્ક અને મ્યુઝિયમની મુલાકાત લે છે. ડાયનાસોર વિશેની ઉત્સુકતાથી માહિતી મેળવી છે. દેશના સૌ પ્રથમ ડાયનાસોર પાર્ક નિહાળવા પ્રવાસીઓનો ઘસારો જોવા મળ્યો હતો.
ડાયનાસોર રૈયોલી પાર્ક સુધી જવાના રસ્તાને પહોળો કરવા નાયબ મુખ્યપ્રધાનને રજૂઆત - dinosaur park
મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ડાયનોસોર પાર્ક પર જવાનો રસ્તો હાલમાં 5 મીટર પહોળો છે. જેને 7 મીટર પહોળો કરવા રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નિતિનભાઈ પટેલને અન્ન અને નાગરિક પુરવઠા નિગમ અધ્યક્ષ રાજેશ ભાઈ પાઠકે પત્ર લખી રજૂઆત કરી છે.
હાલમાં કોરોના વાઈરસનો ફેલાવો અટકાવવા હેતુસર રાજ્ય સરકાર દ્વારા આ સ્થળને પર્યટકો માટે બંધ રાખવામાં આવ્યું છે. બાલાસિનોરના કરણપુર-સરોડા થઈ રૈયોલી ગામે ડાયનોસોર પાર્ક જવાનો રસ્તો હાલ 5 મીટર પહોળો છે.
- રૈયોલી ગામે વિશ્વનો ત્રીજો અને ભારત દેશનો પ્રથમ ડાયનાસોર પાર્ક
- દેશના સૌ પ્રથમ ડાયનાસોર પાર્ક નિહાળવા પ્રવાસીઓનો ધસારો
- રૈયોલી ડાયનોસોર પાર્ક પર જવાનો રસ્તો પહોળો કરવા રજૂઆત
બાલાસિનોરથી કરણપુર-સરોડા-ગુંથલી બાજુથી રસ્તો પહોળો થઈ જાય તો ટુરીઝમને પ્રોત્સાહન મળશે. બાલાસિનોરની ઈકોનોમી પણ બદલાય તે ધ્યાને રાખી આ રસ્તાને 7 મીટર પહોળો કરવા ગુજરાત રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન ભાઈ પટેલને રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા અધ્યક્ષ રાજેશભાઇ પાઠકે પત્ર લખી રજૂઆત કરી છે. જેનો હકારાત્મક જવાબ મળી મંજુરી મળેલ હોવાનું રાજેશભાઈ પાઠકે જણાવ્યું છે.