ગુજરાત

gujarat

ETV Bharat / state

બાલાસિનોરના રૈયાલી ડાયનાસોર મ્યૂઝિયમ ફેઇઝ-2નું મુખ્યપ્રધાને ઇ-ખાતમૂર્હૂત કર્યું - Rayali Dinosaur Museum

મહીસાગરમાં પ્રવાસન વિભાગના ઉપક્રમે યોજાયેલા E-લોકાપર્ણ-ખાતમૂર્હૂત કાર્યક્રમ અંતર્ગત મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયાલી ડાયનાસોર મ્યૂઝિયમ ફેઇઝ-2ના રૂપિયા 20 કરોડના કામોનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઇ-ભૂમિપૂજન ગાંધીનગરથી કર્યું હતું.

બાલાસિનોરના રૈયાલી ડાયનાસોર મ્યૂઝિયમનું મુખ્યપ્રધાને ઇ-ખાતમૂર્હૂત કર્યું
બાલાસિનોરના રૈયાલી ડાયનાસોર મ્યૂઝિયમનું મુખ્યપ્રધાને ઇ-ખાતમૂર્હૂત કર્યું

By

Published : Jul 16, 2020, 5:40 PM IST

મહીસાગર: મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં વિવિધ પ્રવાસન કેન્દ્રોની આખી ટુરિઝમ સરકીટ ઊભી કરી ગુજરાતને વર્લ્ડ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવાની નેમ વ્યક્ત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર જ્યોર્તિલીંગ સોમનાથ, સાસણગીર, સિંહદર્શન, ગિરનાર પર્વત, ઉપરકોટ અને સોમનાથનો દરિયા કિનારો એમ પ્રવાસનધામોને સાંકળી લેતી ટુરિઝમ સરકીટ બનાવવાની દિશામાં વિચારાધિન છે.

મુખ્યપ્રધાને પ્રવાસન વિભાગના ઉપક્રમે યોજાયેલા E-લોકાપર્ણ-ખાતમૂર્હૂત કાર્યક્રમ અંતર્ગત મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયાલી ડાયનાસોર મ્યૂઝિયમ ફેઇઝ-2ના રૂપિયા 20 કરોડના કામોનું મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ ઇ-ભૂમિપૂજન ગાંધીનગરથી સંપન્ન કર્યું હતું. આ અવસરે ભારત સરકારના પ્રવાસન રાજ્યપ્રધાન પ્રહલાદસિંહ પટેલે નવી દિલ્હીથી વીડિયો લીન્ક મારફતે ઉપસ્થિત રહીને શુભકામનાઓ આપી હતી.

મુખ્યપ્રધાને રાજ્યના ધર્મસ્થાનો સહિત પ્રવાસન ધામો, તીર્થક્ષેત્રોનો સર્વાંગી વિકાસ કરીને વિશ્વના નકશે દૈદીપ્યમાન બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, સર્વિસ સેકટરમાં ખાસ કરીને ટુરિઝમ સેકટર સૌથી વધુ રોજગારી પૂરી પાડીને ઇકોનોમીક ગ્રોથમાં નવી તાકાત બની ઊભરી રહ્યું છે. ગુજરાતમાં જે પ્રવાસન-યાત્રાધામોનું વૈવિધ્ય છે તે વિશ્વભરના પ્રવાસી-સહેલાણીઓને આકર્ષે છે અને પાછલા બે વર્ષમાં ટુરિઝમ સેકટરના ઝડપી વિકાસથી રોજગારી સહિતનો ઇકોનોમીક ગ્રોથ સતત વધતો રહ્યો છે એમ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યપ્રધાને કોરોના સંક્રમણ સાથે, કોરોના સંક્રમણ સામે સતર્કતાથી જીવતા શીખીને વડાપ્રધાનના મૂળ મંત્ર ‘‘જાન ભી હૈ જહાન ભી હૈ’’ને અનુસરતાં રાજ્યમાં દૈનંદિની પ્રવૃત્તિઓ અને વિકાસની ગતિને અટકવા દીધા નથી. આવા ઇ-લોકાર્પણ-ખાતમૂર્હતની શૃંખલાઓથી ગુજરાત વિકાસ માર્ગે આગળ વધ્યું છે અને ન ઝૂકયુ છે ન રોકાયું છે એવા આફતને અવસરમાં પલટવાના સંસ્કાર આપણે વિકસાવ્યા છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યપ્રધાને પ્રાગૈતિહાસિક શોધ-સંશોધન કરનારા વિશ્વના સંશોધનકારો, વિદ્યાર્થીઓ માટે આ ડાયનાસૌર પાર્ક મ્યુઝિયમ અત્યંત ઉપયોગી બનવા સાથે શાળા-કોલેજોના વિદ્યાર્થીઓના પ્રવાસન કેન્દ્ર તરીકે પણ
વિકાસ પામશે તેવી અપેક્ષા દર્શાવી હતી. પ્રવાસન પ્રધાન જવાહર ચાવડાએ સૌને આવકારી પ્રવાસન વિકાસ માટેના બહુવિધ આયોજનોથી વિગતો આપી હતી.

મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ ઇ-તકતીના માધ્યટમથી ખાતમુર્હૂત કર્યું તે પ્રસંગે E -લોકાર્પણ-ખાતમૂર્હત અવસરે યાત્રાધામ વિકાસ પ્રધાન દિલીપકુમાર ઠાકોર, રાજ્ય પ્રધાન વાસણભાઇ આહિર અને વિભાવરીબહેન દવે તેમજ વીર મેઘમાયા સ્મારક ટ્રસ્ટના અધ્યક્ષ અને સાંસદ ડૉ. કિરીટ સોલંકી, રાજચંન્દ્ર મિશનના ભરતભાઇ મોદી અને પ્રવાસન સચિવ મમતા વર્મા, પ્રવાસન નિગમના એમ.ડી. જેનુદેવન વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

બાલાસિનોર તાલુકાના રૈયોલી ખાતે ખાતમૂર્હૂત કાર્યક્રમમાં સાંસદ રતનસિંહ રાઠોડ, અન્ન અને નાગરિક પુરવઠા નિગમના ચેરમેન રાજેશભાઇ પાઠક, ધારાસભ્યોત સર્વ જીજ્ઞેશભાઇ સેવક અને કુબેરભાઇ ડીંડોર, જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન ખાંટ, અગ્રણી જે.પી.પટેલ, જિલ્લા કલેક્ટર આર.બી.બારડ, જિલ્લાર વિકાસ અધિકારી નેહા કુમારી, પ્રાંત અધિકારી વિપુલ ચૌધરી, મામલતદાર વી.વી.વાળા વગેરે વીડિયો લીંકથી જોડાયા હતા.

ABOUT THE AUTHOR

...view details