મહીસાગર જિલ્લાના ખેડૂતો દ્વારા રવિ પાકમાં ઘઉં, રાયડો અને દિવેલાનું વાવેતર કરવામાં આવ્યું હતું. જિલ્લામાં આ વર્ષે શિયાળામાં ખૂબ જ ઠંડી પડી હતી અને કડકડતી ઠંડીમાં સિંચાઈનું પાણી નિયમિત મળતા જિલ્લાના ખેડૂતોને રવિ પાકમાં લાભ મળ્યો છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા, વિરપુર, બાલાસિનોર તાલુકામાં ઘઉંનું ઉત્પાદન સારું થયું છે. મહીસાગર જિલ્લામાં ઘઉં, ચણા, રાયડો, દિવેલા જેવા રવિપાકમાં સારુ ઉત્પાદન જોવા મળી રહ્યું છે. મહીસાગર જિલ્લામાં હોળી ધુળેટીના તહેવારની સાથે ખેડૂતો ઘઉંની કાપણીમાં વ્યસ્ત જોવા મળી રહ્યાં છે. ઘઉં ઉત્પાદન દર વર્ષ કરતાં આ વર્ષે ખૂબ જ સારું છે, જેથી આ વર્ષે ખેડૂતોને સારો ફાયદો થશે.
મહીસાગરમાં ખેડૂતોએ રવિ પાક લેવાની શરુઆત કરી - Mahisagar news
મહીસાગર જિલ્લામાં ઠંડીને કારણે રવિ પાક સારો થતાં સમગ્ર મહીસાગર જિલ્લામાં થ્રેસર વડે ઘઉં કાઢવાની કામગીરી કરવામાં રહી છે અને ઘઉંનું ઉત્પાદન ખૂબ જ સારું થતા ખેડૂતો તેમજ ખેત મજૂરી કરતા મજૂરોમાં ખુશી વ્યાપી ગઇ છે.
મહીસાગર
સમગ્ર જિલ્લામાં ઠેર ઠેર થ્રેસરથી ઘઉં કાઢવા માટે તેમજ ઘઉંની કાપણી તથા ઘઉંના પુડલા બાંધવા માટે મજૂરો લાવવામાં આવી રહ્યાં છે. આ વર્ષે શિયાળાની કડકડતી ઠંડી પડતાં જ ઘઉંનું ઉત્પાદન વધારે જોવા મળી રહ્યું છે અને તેના કારણે ખેડૂતોને લાભ થશે. થ્રેસર વડે ઘઉં કાઢતા નીકળતું ઘઉંનું પરું પણ વર્ષ દરમિયાન ઢોરને ખાવા માટે કામ લાગશે. આમ ખેડૂતોને બમણો લાભ થશે. આ સાથે ઘઉં ઉત્પાદન વધતા ખેતમજૂરોને પણ સારી મજૂરી મળશે.
Last Updated : Mar 11, 2020, 9:03 AM IST