ગુજરાત

gujarat

ETV Bharat / state

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાનપુર દ્વારા 67 દુકાનદારોના રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા

કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાઇરસના સંક્રમણથી સુરક્ષિત 45 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને કોરોના વિરોધી રસીકરણ માટે ખાસ ઝુંબેશ મહીસાગર જિલ્લામાં ચલાવવામાં આવી રહી છે.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાનપુર દ્વારા 67 દુકાનદારોના રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાનપુર દ્વારા 67 દુકાનદારોના રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા

By

Published : Apr 8, 2021, 10:57 PM IST

  • કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા તંત્રની કામગીરી
  • આરોગ્ય ટીમ દ્વારા 67 જેટલા દુકાનદારોના રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા
  • નેગેટીવ આવેલા હોય તે તમામ ના RTPCR સેમ્પલ પણ લેવામાં આવ્યા

આ પણ વાંચોઃ ગુજરાત બન્યુ વુહાન, કોરોનાના રેકોર્ડબ્રેક 4,021 પોઝિટિવ કેસ નોંધાયા

મહીસાગરઃ નાગરિકોમાં ગંભીરતા આવે અને તેઓમાં જાગૃતિ આવે તેમજ કોરોના વાઇરસના સંક્રમણને વધુ ફેલાતો અટકાવી શકાય તે હેતુસર 7મી એપ્રિલે ખાનપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાનપુરના મેડિકલ ઓફિસર અને તેમની આરોગ્ય ટીમ દ્વારા ખાનપુરની તમામ 67 જેટલા દુકાનદારોના રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા. જેમના ટેસ્ટ નેગેટીવ આવ્યા હોય તે તમામના RTPCR સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ પાટણ જિલ્લામાં સતત ત્રીજા દિવસે કોરોનાના 100થી વધુ કેસ નોંધાયા

કોરોના પોઝિટિવ દર્દીના ઘરના સભ્યોનું કોન્ટેકેટ ટ્રેસિંગ કરી 20 જેટલા RT PCR સેમ્પલ લેવાયા

અર્બન હેલ્થ સેન્ટર લુણાવાડાની મેડિકલ ટીમ દ્વારા લુણાવાડા નગરના વિવિધ વિસ્તારોમાં આવેલા કોરોના પોઝિટિવ દર્દીના ઘરના સભ્યોનું કોન્ટેકેટ ટ્રેસિંગ કરી તેમના 20 જેટલા RT PCR સેમ્પલ લેવામાં આવ્યા હતા. આરોગ્ય કર્મીઓ જિલ્લામાં કોરોનાના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે અવિરતપણે તેઓની ફરજ અદા કરી રહ્યા છે અને તમામને સોશિયલ ડિસ્ટન્સ, માસ્કની ઉપયોગીતા અને સેનિટાઇઝરના ઉપયોગ વિશે તેમજ માસ્ક પહેર્યા વગર ઘરની બહાર ન નીકળવા અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવા સમજ આપવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details