ગુજરાત

gujarat

ETV Bharat / state

લુણાવાડામાં ધોધમાર વરસાદ,રસ્તા પર ફરી વળ્યાં પાણી - mahisagar rain news

મહિસાગરના લુણાવાડામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા હળવા પવન સાથે વરસાદ વરસ્યો હતો.

Rain
Rain

By

Published : Jun 4, 2020, 8:37 PM IST

લુણાવાડાઃ મહીસાગર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલ્ટો આવતા જિલ્લાના વડામથક લુણાવાડામાં પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. રોડ પર વરસાદી પાણી વહેવા માંડ્યા હતા. લુણાવાડામાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ઉનાળાની કાળઝાળ ગરમીથી ત્રસ્ત શહેરીજનોને ગરમીથી રાહત મળી છે.

મહીસાગર જિલ્લાના વડા મથક લુણાવાડામાં બુધવારથી વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. ગુરૂવારે સવારથી જ વાદળ છાયું વાતાવરણ જોવા મળ્યુ હતું અને બપોરના સમયે અચાનક લુણાવાડામાં ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું હતું. શહેરમાં પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થતાં રોડ પર વરસાદી પાણી વહેવા માંડ્યા હતા.

વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ઉનાળાની કાળઝાળ ગરમીથી ત્રસ્ત લુણાવાડાના શહેરીજનોને ગરમીથી રાહત મળી હતી. વરસાદનું આગમન થતાં લોકમાં આનંદ જોવા મળ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details