ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરના કલેક્ટરે નીતિ આયોગના મુદ્દે યોજી બેઠક - gujarati news

મહીસાગરઃ જિલ્લા કલેકટર આર.બી.બારડના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન તેમજ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરીના સભાખંડમાં સરકારના નીતિ આયોગના ઈન્ડીકેટરની માતા મરણ, બાળ મરણ, રસીકરણની સમીક્ષા કરવામાં આવી હતી.

mahisagar

By

Published : Jun 13, 2019, 8:45 AM IST

આ બેઠકમાં કલેક્ટર જણાવ્યું હતું કે માતા મરણ અને બાળ મરણ અટકાવવા જરૂરી માર્ગદર્શન આપ્યુ છે. દરેક પ્રાઈવેટ તથા સરકારી હોસ્પીટલોમાં પ્રસુતિ બને તેટલી વધુ થાય અને લોકોને વધુ લાભ થાય તેવું સૂચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને વેગવાન બનાવવા માટે હાકલ કરી હતી. તેમજ જિલ્લા ટોબેકો સ્ટીંયરીંગ કમીટી તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત બહોળો પ્રચાર પ્રસાર થાય તે માટે અન્ય વિભાગોને સહભાગી થવા અનુરોધ કર્યો હતો. જિલ્લા સંચારી રોગ કમીટી શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીનું ક્લોરીનેશન કરવા સૂચન કર્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયને સરકારના નિતિ આયોગના ઈન્ડીકેટરનો લાભ લોકો સુધી પહોંચે અને લાભ લાભાર્થીને મળે તેવો અનુરોધ કરેલ હતો. આ સાથે ગવર્નીંગબોડી, ક્ષયકાર્યક્રમ, જિલ્લા આરોગ્ય સંકલન સમિતી, ડિસ્ટ્રીક્ટ ટાસ્કફોર્સ ઈમ્યુનાઈઝેશન, ક્વોલીટીબાંધકામ,આયુષ્માન ભારત,એડોલેશન હેલ્થ જેવી મીટીંગો સવિસ્તાર સહિત ચર્ચા કરવામાં આવી. આ મીટીંગમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન ખાંટ તથા આરોગ્ય વિભાગોના અધિકારી/કર્મચારી, તાલુકા હેલ્થ ઓફિસર અને જિલ્લા આરોગ્ય શાખાના અધિકારી/કર્મચારી હાજર રહેલ હતા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એસ.બી.શાહ સૌનો આભાર માન્યો હતો.

ABOUT THE AUTHOR

...view details