મહીસાગર: મહીસાગર જિલ્લામાં ચણાનું ઉત્પાદન સારા પ્રમાણમાં થાય છે. જિલ્લાના ખેડૂતોને પણ આ પાકના સારા ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા જિલ્લામાં લુણાવાડા-સંતરામપુર અને લીંબડીયા ખાતે આવેલા APMC કેન્દ્રો પરથી ચણાની ખરીદી માટે મંજૂરી આપવામાં આવી હતી.
મહીસાગરના ત્રણ APMC કેન્દ્રો પરથી 3759 ક્વિન્ટલ ચણાની ખરીદી... - APMC કેન્દ્રો પરથી 3759 ક્વિન્ટલ ચણાની ખરીદી થઇ
કોરોના સંકટના કપરા કાળમાં ખેડૂતોના વિવિધ પાકો તૈયાર થઈ ઘરમાં પડ્યા હતાં. લોકડાઉન અમલમાં હતું ત્યારે ખેડૂતો પોતાની જણસ કયા જઈ વેચાણ કરવી તેની ખેડૂતોને ચિંતા સતાવી રહી હતી. આ ચિંતાના કારણે જગતનો તાત ઘણી મુશ્કેલીઓથી ઘેરાયો હતો. તેવા કઠિન સમયમાં ખેડૂતો માટે સરકાર દ્વારા લોકડાઉનના સમયમાં પણ ખેડૂત લક્ષી ક્રાંતિકારી નિર્ણય લઇ રાજ્યમાં APMC કેન્દ્ર શરૂ કરવાનો માર્ગ ખુલ્લો કર્યો હતો. APMC માર્કેટ યાર્ડ શરૂ કરવામાં આવ્યા હતાં.
ખેડૂતોના ચણાની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવી રહી છે. જેમાં જિલ્લામાંથી ચણાના વેચાણ માટે 1115 ખેડૂતોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી અત્યાર સુધી 222 ખેડૂતોના 3759 ક્વિન્ટલ ચણાની ખરીદી કરવામાં આવી છે.
લુણાવાડા ખાતે આવેલા APMC કેન્દ્રમાં ચણાની ખરીદી વેળાએ માહિતી ખાતાની ટીમે મુલાકાત લીધી હતી. જિલ્લામાંથી ચણાનું વેચાણ કરવા આવેલા ખેડૂતો ખુશખુશાલ હતા. મધવાસ ગામના ખેડૂત જયંતિભાઇ પટેલે જણાવ્યું હતું કે, લોકડાઉનના કપરા સમયમાં મારા ઘરે પડેલા ચણાનો પાક કઈ રીતે વેચવો તેની ચિંતા હતી. મારે ચણાના પાકનું સારુ ઉત્પાદન થયું હતું, પણ વેચાણ માટે ઘણી મુશ્કેલીઓ હતી. તેવા સમયમાં સંવેદનશીલ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય કરી APMC કેન્દ્ર શરૂ કર્યા. તેમણે વધુમાં કહ્યું કે, ચણા 20 કિલોગ્રામના રૂપિયા 975 મળે છે, જે બજાર ભાવ રૂપિયા 770 છે. એટલે અહીંયા અમને રૂપિયા 200થી વધારે મળી રહ્યું છે.