ગુજરાત

gujarat

ETV Bharat / state

લુણાવાડામાં માઇ ભક્તો દ્વારા કલાત્મક રંગબેરંગી માટલી ગરબાની ખરીદી - Passing Navratri

સમગ્ર ગુજરાતમાં નવરાત્રીનો પ્રારંભ થઇ ચૂક્યો છે. આ વર્ષે કોરોનાને કારણે ગરબા થવાના નથી પરંતુ ઘરે ઘરે માતાજીના ગરબાનું સ્થાપન કરી ભક્તો નવરાત્રિની ઉત્સાહ ભેર ઉજવણી કરી રહ્યા છે. જેથી માઇ ભક્તો દ્વારા કલાત્મક રંગબેરંગી માટલી ગરબાની ખરીદી કરવામાં આવી રહી છે.

લુણાવાડામાં માઇ ભક્તો દ્વારા કલાત્મક રંગબેરંગી માટલી ગરબાની ખરીદી
લુણાવાડામાં માઇ ભક્તો દ્વારા કલાત્મક રંગબેરંગી માટલી ગરબાની ખરીદી

By

Published : Oct 17, 2020, 12:14 PM IST

  • સમગ્ર ગુજરાતમાં નવરાત્રિનો પ્રારંભ
  • મહીસાગરમાં રંગબેરંગી માટલી ગરબાની ભક્તો ખરીદી કરી રહ્યા છે
  • ગરબા બનાવી વેચનારા વેપારી વર્ગ પણ આ વખતે કલાત્મક રંગબેરંગી માટલી ગરબા બનાવી વેચાણ અર્થે મુકી રહ્યા છે

મહીસાગરઃ સમગ્ર ગુજરાતમાં નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે. આ વર્ષે કોરોનાને કારણે ગરબા થવાના નથી પરંતુ ઘરે ઘરે માતાજીના ગરબાનું સ્થાપન કરી ભક્તો નવરાત્રિની ઉત્સાહ ભેર ઉજવણી કરશે, ત્યારે મહીસાગર જિલ્લામાં કોરોના કાળમાં પણ ભક્તોમાં નવરાત્રિને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સમગ્ર જિલ્લામાં માતાજીના ભક્તો કલાત્મક રંગબેરંગી માટલી ગરબાની ભક્તો ખરીદી કરી રહ્યા છે.

લુણાવાડામાં માઇ ભક્તો દ્વારા કલાત્મક રંગબેરંગી માટલી ગરબાની ખરીદી

સમગ્ર ગુજરાતમાં નવરાત્રીનો પ્રારંભનો પ્રારંભ થઇ ચૂક્યો છે, ત્યારે નવરાત્રિના દિવસોમાં એકમના દિવસે ઘરે ઘરે માતાજીની સ્થાપના કરી આરાધના કરતામાં આવે છે અને જેના માટે ભક્તો માટીમાંથી બનાવેલા માટલી ગરબો ઘરે લાવી તેનું સ્થાપન કરે છે. પહેલા માટીમાંથી બનાવેલા દેશી માટલી ગરબા બજારમાં મળતા હતા. તેની જગ્યાએ હવે આકર્ષક રંગબેરંગી કલાત્મક માટલી ગરબા બજારમાં જોવા મળી રહ્યા છે.

મહીસાગર જિલ્લામાં કલાત્મક ગરબા બનાવી વેચનારા વેપારી વર્ગ પણ આ વખતે કલાત્મક રંગબેરંગી માટલી ગરબા બનાવી વેચાણ અર્થે મુકી રહ્યા છે અને આવા આકર્ષક માટલી ગરબાઓએ મહીસાગર જિલ્લાના માઈ ભક્તોમાં પણ આકર્ષણ જમાવ્યું છે. ચાલુ વર્ષે ભક્તો ઘરેજ માતાની પૂજા કરી અને કોરોના દેશ અને દુનિયામાંથી દૂર થાય તેવી માતાજીને પ્રાર્થના પણ કરશે.

ABOUT THE AUTHOR

...view details