મહીસાગર: જિલ્લા કલેક્ટર આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા આયુર્વેદિક અધિકારીની રાહબરી હેઠળ આયુષ મંત્રાલયના દિશા નિર્દેશ પ્રમાણે જિલ્લા-તાલુકા અને ગ્રામ્ય સ્તર સુધીના આરોગ્યકર્મીઓ અવિરતપણે પોતાની ફરજો અદા કરી રહ્યા છે.
આમ છતા પણ હજુ નાગરિકો તેને ગંભીરતાથી નથી લઇ રહ્યા અને મહીસાગર જિલ્લામાં કોરોના સંક્રમણમાં હજુ પણ વધારો જોવા મળી રહ્યો છે.
ત્યારે આ વાતને લઈને લોકોમાં જાગૃતિ આવે તેમજ કોરોના વાઇરસના સંક્રમણને વધુ ફેલાતો અટકાવી શકાય તે હેતુથી મંગળવારે કડાણા ખાતે
લાયઝન અધિકારી એસ.કે.પટેલના માર્ગદર્શન હેઠળ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, કડાણાના પી.આઇ. અને પીઆરઆઇ ગૃપની સંયુક્ત ટીમે વિવિધ દુકાનદારો, પ્રોવિઝન સ્ટોર, મેડીકલ સ્ટોર, ચાની લારીઓ, શાકભાજી-ફ્રુટની લારીઓની મુલાકાત લઇને સોશીયલ ડિસ્ટન્સીંગ, માસ્ક અને સેનેટાઇઝરની ઉપયોગિતા વિશે માહિતી આપી હતી તેમજ આરટી-પીસીઆર સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા.