ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગર: કમોસમી વરસાદને કારણે પાક નિષ્ફળ જવાની સંભવાના, ખેડૂતોમાં ચિંતાનો માહોલ - Mahisagar News

જિલ્લામાં ગુરૂવારના રોજ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. મહિસાગર જિલ્લામાં અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ થયો હતો. જેના કારણે કપાસ અને ડાંગરનો પાક નિષ્ફળ થવાને લઈને ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.

મહીસાગર: કમોસમી વરસાદને કારણે પાક નિષ્ફળ જવાની સંભવાના, ખેડૂતોમાં ચિંતામહીસાગર: કમોસમી વરસાદને કારણે પાક નિષ્ફળ જવાની સંભવાના, ખેડૂતોમાં ચિંતાનો માહોલનો માહોલ
મહીસાગર: કમોસમી વરસાદને કારણે પાક નિષ્ફળ જવાની સંભવાના, ખેડૂતોમાં ચિંતાનો માહોલ

By

Published : Dec 11, 2020, 12:47 PM IST

  • જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ
  • ખેડૂતોમાં કપાસ અને ડાંગરના પાકને નુકસાન થવાની ભિતી
  • કપાસ અને ડાંગરનો પાક નિષ્ફળ થવાની સંભવાના

મહીસાગર:જિલ્લામાં ગુરૂવારના રોજ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. મહિસાગર જિલ્લામાં અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ થયો હતો. જેના કારણે કપાસ અને ડાંગરનો પાક નિષ્ફળ થવાને લઈને ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી.

કમોસમી વરસાદને લઇ ખેડૂતોમાં ચિંતા

મહીસાગર પંથકમાં ગુરૂવારના રોજ વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જિલ્લાના બાલાસિનોર, વિરપુર, લુણાવાડા, સંતરામપુર ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડયો હતો અને સમગ્ર દિવસ દરમિયાન વાતાવરણ વાદળછાયુ જોવા મળ્યું હતું. કમોસમી વરસાદ વરસતાં પાક નિષ્ફળ જવાને લઈને ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.

ABOUT THE AUTHOR

...view details