ગુજરાત

gujarat

ETV Bharat / state

મહિસાગરના જિલ્લા ચૂંટણી અધિકારીએ કહ્યું- તંત્ર મતદાન માટે સજ્જ - voter

મહિસાગર: જિલ્લામાં લોકસભાની ચૂંટણી શાંતિમય, તટસ્થ, પારદર્શક અને નિર્ભયપણે યોજાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજજ છે. તેવુ જિલ્લા ચૂંટણી અધિકારી આર.બી.બારડના જણાવ્યું હતું.

જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

By

Published : Apr 21, 2019, 8:31 PM IST

જિલ્લા ચૂંટણી અધિકારી આર.બી બારડે જણાવ્યું હતું કે, મહિસાગર જિલ્લામાં લોકસભાની ચૂંટણીનું મતદાન તારીખ 23/4/2019 ના રોજ સવારે 7:00 કલાકથી સાંજના 6:00 કલાક સુધી યોજાશે. જિલ્લામાં 18-પંચમહાલ સંસદીય વિભાગના 121-બાલાસિનોર વિધાનસભા વિસ્તારમાં 138416 - પુરુષો અને 128342- સ્ત્રીઓ, 06- અધર્સ, 523- દિવ્યાંગ મળી કુલ 266764 મતદારો નોંધાયા છે. જ્યારે 122-લુણાવાડા મતદાર વિભાગમાં 137785 પુરૂષ મતદારો, 130812- સ્ત્રી મતદાર અને 03- અધર્સ, 629 - દિવ્યાંગ મતદારો મળી કુલ 268600 મતદારો છે. તેમજ 19 -દાહોદ સંસદીય વિસ્તાર ના 123- સંતરામપુર વિધાનસભા વિસ્તારના વિભાગમાં 111064 - પુરુષ મતદારો, 105211- સ્ત્રી મતદારો, 04-અધર્સ, 489 - દિવ્યાંગ મતદારો મળી કુલ 216279 મતદારો નોંધાયેલા છે. ત્રણેય વિધાનસભા વિભાગમાં 387265 -પુરૂષ, 364365 સ્ત્રી મતદારો, 13- અધર્સ, 1641- દિવ્યાંગ મળી કુલ જિલ્લામાં 751643 મતદારો નોંધાયેલા છે. જે તમામ મતાધિકારનો ઉપયોગ કરશે. જિલ્લામાં 972 પોલીંગ બુથ આવેલા છે. જેમાં રેમ્પ, પીવાનું પાણી, વીજળી તેમજ અન્ય પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

આ ઉપરાંત, મહિસાગર જિલ્લામાં ત્રણ વિધાનસભા વિભાગમાં 1641 - દિવ્યાંગ મતદારો નોંધાયેલા છે. દિવ્યાંગો પણ મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે આશરે 70 જેટલી વ્હીલ ચેર, 255- સહાયક અને 59 વાહનોની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ઉપરાંત ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર મતદાન જાગૃતિ વધે તે માટે 80 વર્ષથી વધુ વયના મતદારોને પ્રોત્સાહન મળે તે હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા બી.એલ.ઓ મારફતે 12920 પત્રો લખવામાં આવ્યા છે. જિલ્લાના તમામ મતદારો તારીખ 23 એપ્રિલ 2019ના દિવસે મહત્તમ મતાધિકારનો ઉપયોગ કરી લોકતંત્રને મજબૂત કરવા આહવાન કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details