- મહીસાગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે સજ્જ
- મતદાન મથકો સેનિટાઇઝ કરાયા
- મતદાન મથકોએ સોશિયલ ડિસ્ટાન્સિંગ દર્શાવતા કુંડાળા કરાયા
મહીસાગર : રાજ્યની નગરપાલિકાઓ તથા જિલ્લા-તાલુકા પંચાયતોની સામાન્ય/પેટા ચૂંટણી-2021નું 28 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. કોરોનાની મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આર. બી. બારડના માર્ગદર્શન હેઠળ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી તંત્ર દ્વારા કોવિડ 19ની માર્ગદર્શિકા મુજબ મતદાન મથકોને સેનિટાઇઝ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
મહીસાગરમાં ચૂંટણી સંદર્ભે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને મતદાન મથકો સેનિટાઇઝ કરાયા મતદાન મથકોએ સોશિયલ ડિસ્ટાન્સિંગ દર્શાવતા કુંડાળા કરાયા
આ ઉપરાંત મતદારો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઇ રહે તે માટે દરેક મતદાન મથકોએ ગોળ કુંડાળા દોરવામાં આવ્યા છે. આ ઉપરાંત 100 મીટર અને 200 મીટરની ત્રિજયા દર્શાવતી લાઇન પણ દોરવામાં આવી છે, ત્યારે મતદારો મતદાન આપવા જાય ત્યારે કોવિડ 19ની માર્ગદર્શિકાનું પાલન કરી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખે અને વહીવટી તંત્રને સહયોગ આપે તેવી વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
મતદાન મથકમાં શું કરવું?
- નાગરિકોએ રાજ્ય ચુંટણી આયોગ દ્વારા નિર્ધારિત ઓળખ દસ્તાવેજ સાથે લઈને જવું.
- મોં અને નાક ઢંકાય તે રીતે માસ્ક પહેરીને જ પ્રવેશ કરવો
- એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર રાખેલ સેનિટાઈઝરનો અચુક ઉપયોગ કરવો અને થર્મલ ગનથી શરીરનું તાપમાન મપાવવું.
- સલામતી માટે અન્ય વ્યક્તિઓથી 6 ફૂટનું અંતર રાખવું.
- મતદાન માટે આપવામાં આવેલ હાથમોજાં પહેરીને જ ઈવીએમનું બટન દબાવવું.
- મતદાન પછી વપરાયેલ હાથમોજાંનો નિયત જગ્યાએ અચુક નિકાલ કરવો.
મતદાન મથકમાં શું ન કરવું?
- હથિયાર સાથે કે નશીલા પદાર્થનું સેવન કરી પ્રવેશ ન કરવો. કે ક્યાંય થૂકવું નહીં.
- કેમેરા (સ્થિર/ડિજિટલ/વીડિયો) અને મોબાઈલ/કોર્ડલેસ ફોન સાથે પ્રવેશ ન કરવો.
- મતદારે કોઈ ઉમેદવાર કે રાજકીય પક્ષના નામ, પ્રતિક કે સુત્ર સાથેની ટોપી, શાલ, જેવા પહેરવેશ સહિત પ્રવેશ ન કરવો
- કોઈપણ પ્રકારના સુત્રોચ્ચાર ન કરવા કે પ્રચાર ન કરવો.