નાના બાળકોને પોલિયો ન થાય અને સમગ્ર દેશ પોલિયો મુક્ત બની રહે તે માટે સરકાર દ્વારા સમગ્ર રાષ્ટ્રમાં પોલિયો મુક્ત અભિયાન ચલાવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લા આરોગ્ય શાખા તથા અર્બન હેલ્થ સેન્ટર લુણાવાડા દ્વારા પલ્સ પોલિયો કાર્યક્રમનું આયોજન લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું.
લુણાવાડામાં પોલિયો બૂથ કાર્યક્રમનું આયોજન કરાયું - mahisagar news
મહીસાગરઃ જિલ્લાના લુણાવાડા આરોગ્ય શાખા તથા અર્બન હેલ્થ સેન્ટર લુણાવાડા દ્વારા પલ્સ પોલિયો કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં 0થી 5 વર્ષના બાળકોને બાળલકવા વિરોધી પોલિયોની રસીના બે ટીપા પોલિયો બૂથ ઉપર પીવડાવવામાં આવ્યા હતા.

મહીસાગરઃ
લુણાવાડામાં પોલિયો કાર્યક્રમનું આયોજન કરાયુ
જેમાં 0થી 5 વર્ષના બાળકોને બાળલકવા વિરોધી પોલિયોની રસીના બે ટીપા પોલિયો બૂથ પર પીવડાવવામાં આવ્યા હતા. આ અભિયાનમાં મોટી સંખ્યામાં લુણાવાડા શહેર વિસ્તારના લોકો પોતાના બાળકો સાથે જોડાયા હતા અને પોતાના બાળકને બાળલકવાથી રક્ષણ હેતુ પોલિયો વિરોધી રસીના બે ટીપાં પીવડાવ્યા હતા અને સરકારના આ અભિયાનની પ્રસંશા કરી હતી.