ગુજરાત

gujarat

ETV Bharat / state

લગ્નનું મામેરૂં કરવા ટેમ્પોમાં વધુ માણસો બેસાડીને જતાં પોલીસે કરી કાર્યવાહી - ગુજરાત પોલીસ

છેલ્લા બે-ત્રણ દિવસથી અખબારોમાં અને TVના માધ્યેમોમાં પણ મહીસાગર જિલ્લામાં લગ્ન પ્રસંગોમાં ગાઇડલાઇન અને જાહેરનામાના ભંગ બદલ વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહેલા ચેકીંગની કામગીરી અને કરવામાં આવી રહેલી કાયદેસરની કાર્યવાહીના સમાચારો પ્રસારિત થઇ રહ્યા છે. છતાં પણ અમુક લોકો હજુ પણ તેને ગંભીરતાથી નથી લઇ રહ્યા અને લગ્ન પ્રસંગોમાં જરૂરિયાત કરતાં વધુ મહેમાનોને આમંત્રિત કરી રહ્યા છે.

લગ્નનું મામેરૂં કરવા ટેમ્પોમાં વધુ માણસો બેસાડીને જતાં પોલીસે કરી કાર્યવાહી
લગ્નનું મામેરૂં કરવા ટેમ્પોમાં વધુ માણસો બેસાડીને જતાં પોલીસે કરી કાર્યવાહી

By

Published : Apr 24, 2021, 7:55 PM IST

  • ટેમ્પોમાં વધુ માણસો બેસાડી તેમજ સોશિયલ ડિસ્ટન્સિંટગ ન જાળવતા કરાઇ કાર્યવાહી
  • ગાઇડલાઇન અને જાહેરનામાના ભંગ કરવા બદલ ગુનો દાખલ કરી ટેમ્પો કબ્જે કર્યો
  • ડ્રાઇવર અને મામેરૂ ભરીને લઇ જનાર આયોજક સામે કાર્યવાહી કરાઇ
  • પોલીસે મુદ્દામાલ કબ્જે લીધો
  • કોરોના ગાઇડલાઇનનું પાલન કરાવવા પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું

મહીસાગરઃ હાલમાં ચાલી રહેલા કોવિડ-19ની વૈશ્વિક મહામારીના સંક્રમણને ફેલાતો અટકાવવા જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ વડા અને નાયબ પોલીસ અધિક્ષકે કોવિડ-19ની સૂચનાઓ, જાહેરનામાં અને ગાઇડલાઇનનું ચૂસ્તાપણે પાલન થાય તે માટે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ જવાનોને કડક કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી છે. બાલાસિનોર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટરની સૂચના મુજબ પોલીસ જવાનો ગ્રીન વર્લ્ડ ચોકડી આગળ પેટ્રોલીંગમાં હતા. આ દરમિયાન એક આઇસર ટેમ્પોમાં માણસો બેસાડી તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ ન જાળવી અને સરકારે બહાર પાડેલી લગ્નની ગાઇડલાઇનનું પાલન પાલન કરવામાં આવ્યું ન હતું.

આ પણ વાંચોઃ બાલાસિનોર નગરપાલિકાએ કોરોના ગાઈડલાઈનનો ભંગ કરતી 5 દુકાનો સીલ કરી

પોલીસની કાર્યવાહી

લગ્નનું મામેરૂં ભરી ચારણગામથી વડદલા મુકામે જતા હતા અને કોઇપણ પ્રકારની સત્તા અધિકારીની પરવાનગી લીધા વગર નીકળ્યા હતા. તેમણએ કોવિડ-19 ગાઇડલાઇનનો ભંગ કર્યો હોવાનું જણાઇ આવતાં ગાડીના ડ્રાઇવર જીતેન્દ્ર કુમાર બારિયા તથા ઉદાભાઇ પગી કે જે મામેરૂ ભરીને લઇ જનાર આયોજક એમ બન્ને વિરૂધ્ધ બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો અને ટેમ્પોની કિંમત રૂપિયા 2,00,000 સહિતના મુદ્દામાલને કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું બાલાસિનોર પોલીસ સ્ટેશનના PIએ જણાવ્યું છે.

આ પણ વાંચોઃ સુરતના નવનિયુક્ત મેયરે કોરોનાની ગાઇડલાઇનનો ભંગ કર્યો

ABOUT THE AUTHOR

...view details