- લુણાવાડામાં જુગારધામ પર પોલીસની રેડ
- 7.50 લાખથી વધુની રોકડ સાથે 29 આરોપીઓ ઝડપાયા
- મહીસાગર જિલ્લામાં અત્યાર સુધીનું સૌથી મોટું જુગારધામ પકડાયું
મહીસાગર: લુણાવાડાના આરમપુરા વિસ્તારમાં જુગારધામ પર પોલીસ દ્વારા મોટી રેડ પાડવામાં આવી હતી. લુણાવાડાના આરમપુરા વિસ્તારમાં ચાલતા જુગારધામ પર પોલીસની રેડમાં 7.50 લાખથી વધુની રોકડ સાથે 29 આરોપીઓ ઝડપાયા હતા. જિલ્લામાં અત્યાર સુધીનું સૌથી મોટું જુગારધામ પકડાતા જુગારીઓમાં ફફડાટ ફેલાયો હતો.
લુણાવાડામાં જુગાર ધામ પર પોલિસની રેડ, 29 આરોપીઓ ઝડપાયા જુગારધામ પકડાતા જુગારીઓમાં ફફડાટ
પોલીસે ચાર ગાડી સહિત 20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મહીસાગર લુણાવાડાના આરમપુરા વિસ્તારમાં ચાલતા જુગારધામ પર પોલીસની રેડમાં 7.50 લાખથી વધુની રોકડ સાથે 29 આરોપીઓ ઝડપાયા હતા. જિલ્લામાં અત્યાર સુધીનું સૌથી મોટું જુગારધામ પકડાતા જુગારીઓમાં ફફડાટ ફેલાયો હતો. જિલ્લાના DYSP એન.વી.પટેલ અને લુણાવાડા PI આર.ડી.ભરવાડ તેમજ પોલીસ ટીમ દ્વારા લુણાવાડાના આરમપુરા વિસ્તારમાં કરવામાં આવતા 7.50 લાખથી વધુની રોકડ સાથે 29 આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા. આ સાથે રેડ દરમિયાન પોલીસે રોકડ રૂપિયા, ચાર ગાડી સહિત 20 લાખનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.