ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરમાં જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસ સખ્ત કાર્યવાહી કરશે - મહીસાગર જિલ્લા પોલીસ ન્યૂઝ

મહીસાગર જિલ્લામાં લોકડાઉનના પગલે નિયમોનો ભંગ કરનાર લોકો પર નજર રાખવા CCTV કેમેરાથી પણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જ જિલ્લા પોલીસ દ્વારા સૂચના પણ આપવામાં આવી છે કે, જો કોઈ જાહેરનામાનો ભંગ કરશે તો તેની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે.

Mahisagar
Mahisagar

By

Published : Mar 31, 2020, 9:10 AM IST

મહીસાગરઃ જિલ્લામાં કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે હવે મહીસાગર પોલીસ લોક઼ાઉનનું ચુસ્તપણે અમલ કરવા જઈ રહી છે. જિલ્લા પોલીસ વડા ઉષા રાડાએ જાહેરનામાનો ભંગ કરતા લોકોને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, હવે મહીસાગર જિલ્લામાં ડ્રોન ઉપરાંત શહેરમાં CCTV કેમેરાથી પણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જો કોઈ નિયમનો ભંગ કરશે તો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે.

દેશભરમાં કોરોના મહામારીના પગલે લોકડાઉન જાહેર કરાયું છે. મોટાભાગના લોકો આ લોકડાઉનનું પાલન કરી રહ્યાં છે. તો કેટલાંક સરકારના સૂચનોને અવગણીને તેનો ભંગ કરી રહ્યાં છે. એટલે પોલીસે કડકાઈપૂર્વક નિયમોનું પાલન કરાવવાની ફરજ પડી છે. જેના પગલે મહીસાગર જિલ્લા સહિત અનેક જિલ્લામાં CCTV કેમેરાથી પણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

મહીસાગર જિલ્લામાં પોલીસ જાહેરનામાનો ભંગ કરનાર સામે સખત કાર્યવાહી કરશે

આમ, લોકો મોનીટરિંગ સાથે લોકોને સૂચના પણ આપવામાં આવી છે કે, " જો કોઈપણ વ્યક્તિ જો બહારનીકળેલા જણાશે તો તેની સામે સખત કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. કેટલાક લોકો હજુ પણ ગંભીરતા દાખવતા નથી. પણ હવે તેની સામે મહીસાગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા CCTV કેમેરા, ડ્રોનની મદદથી નજર રાખવામાં આવી રહી છે. કોઇ યુવાન કાયદાનો ભંગ કરશે, તો તેમના માટે ભવિષ્યમાં સરકારી નોકરી મેળવવી કે પાસપોર્ટ બનાવવાનો મુશ્કેલ બની જશે. એટલે જ લોકડાઉનનું પાલન કરવું હિતાવહ છે."

પોલીસ કાર્યવાહીની વિગતો આપતા મહીસાગર પોલીસ અધિક્ષક ઉષા રાડાએ કહ્યું હતું કે, "જાહેરનામાનો ભંગ કરવા બદલ પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 150થી વધુ ફરિયાદો દાખલ કરવામાં આવી છે. જ્યારે બિનજરૂરી રીતે બજારમાં લટાર મારવા નીકળેલા લોકોના 335 વાહન ડિટેઇન કરી રૂપિયા 113000થી વધુનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.”

ABOUT THE AUTHOR

...view details