લુણાવાડા:હાલમાં કોરોના વાયરસના કહેર સામે લોકડાઉન અમલમાં આવ્યું છે. ત્યારે આવા કપરા સમયમાં કેટલાક લોકો, સેવાભાવીઓના નિઃસ્વાર્થ સેવા ભાવથી દિવડા ગામ તેમજ કડાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રોજનુ પેટીયું રળી ખાનાર ગ્રામજનો અને કપરી મુશ્કેલીમાં મુકાયેલા લોકોની વહારે જઇ સેવાયજ્ઞ કરી રહ્યા છે.
ત્યારે કડાણા પોલીસ તેમજ આગેવાન સેવાભાવી મિત્રો દ્વારા કપરાં સમયમાં જરૂરિયાત મંદ લોકોને રાશન કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
મહિસાગર જિલ્લા પોલીસ વડા ઉષા રાડા (દેસાઇ) તેમજ કડાણા પોલીસ મથકના પી.આઇ મુકેશસિંહ પરમાર અને તેમની ટીમ દ્વારા જરૂરિયાત મંદ લોકોને 100થી વધુ રાશન કીટ વિતરણ કરી "પોલીસ પ્રજાનો મિત્ર" તેમ સાબિત કર્યું છે.