આ તાલીમ વર્ગથી યુવાનોનું પોલીસ કોન્સટેબલમાં પ્રતિનિધિત્વ વધે તેમજ પોલીસમાં આવતી અલગ-અલગ ભરતી પરીક્ષાઓમાં મહીસાગર જિલ્લાના યુવાનો સારો દેખાવ કરી રોજગારીની તકો મેળવે તેવો ઉદ્દેશ છે. આ વર્ગોનું આયોજન આગામી ઓગસ્ટ 2019 દરમિયાન કરવામાં આવશે.
પોલીસ કોન્સટેબલ ભરતી પૂર્વે યોજાશે પરિક્ષાલક્ષી તાલીમ વર્ગ
મહિસાગર: જિલ્લાના લુણાવાડ ખાતે યુવાનો માટે લુણાવાડ-મહિસાગર જિલ્લા રોજગારી કચેરી દ્વારા પોલીસ કોન્સટેબલ ભરતી પૂર્વે પરિક્ષાલક્ષી નિવાસ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ વર્ગમાં જિલ્લાના 18થી 33 વર્ષના યુવાનો તાલીમ લઇ શકશે.
લુણાવાડમાં પોલીસ કોન્સટેબલ ભરતી પૂર્વે યોજાશે પરિક્ષાલક્ષી તાલીમ વર્ગ
આ તાલીમ વર્ગમાં રહેવા તેમજ જમવાની સુવિધા નિ:શુલ્ક કરવામાં આવશે. તાલીમમાં મહીસાગર જિલ્લાના માત્ર ખાનપુર, કડાણા, સંતરામપુરના રસ ધરાવતા ઉમેદવારો જોડાઈ શકે છે. જેમા BPL કાર્ડ ધારકોની પ્રાધાન્ય આપવામાં આવશે. તાલીમ વર્ગમાં જોડાવવા માટેનાં ફોર્મ મેળવવાની અને પરત કરવાની અંતિમ તારીખ 29/07/2019 છે. વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરી, મહીસાગર, લુણાવાડનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.