મહીસાગર :અવારનવાર નરાધમો દ્વારા સગીર અને નાની ઉંમરની બાળકીઓ પર અત્યાચાર અને દુષ્કર્મના બનાવો સામે આવતા હોય છે. આવા ગુન્હાઓ વિરુદ્ધ કડક કાયદા હોવા છતા ગુનેગારોની સાન ઠેકાણે આવતી નથી. ત્યારે જિલ્લા ન્યાયાલય તંત્ર દ્વારા બે મહત્વપૂર્ણ કેસના ચુકાદા આપ્યા છે. સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી જનાર અને સગીરાની એકલતાનો લાભ ઈજ્જત લેવાની કોશિશ કરનાર એમ બે આરોપીઓને પોક્સો એક્ટ હેઠળ સજા ફટકારી હતી.
પ્રથમ ચુકાદો : જિલ્લામાં 16 વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી જનાર આરોપીને કોર્ટે સજા ફટકારી છે. સંતરામપુર તાલુકાના નાનસલાઈ ગામના આરોપી મુકેશભાઈ રમેશભાઈ માલીવાડ આરોપીને કોર્ટે પોક્સો એક્ટ હેઠળ 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. આરોપી 16 વર્ષની સગીરાને લગ્નની લાલચે લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો. જે બાબતે આરોપી વિરુદ્ધ સંતરામપુર પોલીસ મથકમાં વર્ષ 2020 માં પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. કોર્ટે ભોગ બનનાર સગીરાને મહીસાગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ત્રણ લાખ રૂપિયા ચૂકવવા આદેશ કર્યો છે.
બીજો ચુકાદો : બીજા એક ચુકાદામાં મહીસાગર જિલ્લા ન્યાયાલય દ્વારા પોક્સો એક્ટ હેઠળ આરોપીને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. જેમાં આરોપીએ 17 વર્ષીય સગીરાની એકલતાનો લાભ ઈજ્જત લેવાની કોશિશ કરી હતી. જેમાં આરોપીને કોર્ટ દ્વારા દસ વર્ષની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે આરોપી લક્ષ્મણભાઈ ધીરાભાઈ ડીંડોરને IPC કલમ તેમજ પોક્સો એક્ટ હેઠળ સજા ફટકારી છે. આરોપીએ વર્ષ 2022માં 17 વર્ષીય સગીરાની એકલતાનો લાભ ઇજ્જત લેવાના ગુનામાં આરોપી વિરુદ્ધ સંતરામપુર પોલીસ મથકમાં પોક્સો એક્ટ તેમજ IPC કલમ અંતર્ગત ફરિયાદ નોંધાઈ હતી.
કોર્ટની કાર્યવાહી : 16 વર્ષની સગીરાને લગ્નની લાલચે લલચાવી ફોસલાવી ભગાડી જનારને 20 વર્ષની સજા તેમજ 17 વર્ષીય સગીરાની એકલતાનો લાભ ઈજ્જત લેવાની કોશિશ કરનાર આરોપીને કોર્ટ દ્વારા દસ વર્ષની સજા,આમ મહીસાગર કોર્ટ દ્વારા બંને આરોપીઓને સજા ફટકારવામાં આવી છે.
- Vadodara News : અમરેશ્વર ગામમાં દુષ્કર્મ કેસના આરોપીને 10 વર્ષની સજા, પોકસો એક્ટના ગુનામાં મહત્વપૂર્ણ ચુકાદો
- Mahisagar News : મૃત્યુની નજીક પહોંચેલા ઊંટના ટોળાને મહીસાગર ટ્રાફિક પોલીસનું રક્ષણ મળ્યું