ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરમાં 2.71 લાખ નાગરિકોએ કરાવ્યું કોરોના રસીકરણ - પ્રથમ ડોઝ

વૈશ્વિક મહામારી કોવિડ-19ના સંક્રમણ સામે આરોગ્ય રક્ષા ક્વચ આપતું રસીકરણ અભિયાન મહિસાગર જિલ્લામાં પૂર જોશમાં ચાલી રહ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રસીકરણને વેગવાન બનાવવા સઘન કોરોના રસીકરણ અભિયાનની ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા 45થી વધુ ઉંમરના નાગરિકોને કોરોના રસી આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા રસીકરણ ઝૂંબેશ હાથ ધરાયું
જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા રસીકરણ ઝૂંબેશ હાથ ધરાયું

By

Published : Apr 27, 2021, 9:39 AM IST

  • જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા રસીકરણ ઝૂંબેશ હાથ ધરાયું
  • સૌથી વધુ વેક્સિનેશન લુણાવાડામાં
  • વેક્સિન મુકાવ્યા પછી પણ તકેદારી રાખવી જરૂરી

મહીસાગર:જિલ્લાના નાગરિકો કોરોના રસીકરણ અંગે જાગૃત થઈ રસી મુકાવી રહ્યા છે. જિલ્લામાં 25મી એપ્રિલ સુધીમાં લુણાવાડા તાલુકામાં 73,000, બાલાસિનોર તાલુકામાં 41,286, સંતરામપુર તાલુકામાં 71,277, ખાનપુર તાલુકામાં 24,389, કડાણા તાલુકામાં 32,935 અને વીરપુર તાલુકામાં 28,162 મળી જિલ્લાના કુલ 2,71,026 જેટલા હેલ્થ કોરોના વોરિયર, ફ્રન્ટ લાઈન વોરિયર, 45થી 59 અને 60 વર્ષથી વધુ ઉંમરના શહેરી નાગરિકો દ્વારા કોરોના વેક્સિનેશન કરાવ્યું છે. જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા હાથ ધરાયેલ રસીકરણ ઝુંબેશ હેઠળ મહિસાગર જિલ્લામાં અત્યાર સુધી હેલ્થ કોરોના વોરિયર, ફ્રન્ટ લાઈન વોરિયર, 45થી 59 વર્ષ અને 60 વર્ષથી વધુ ઉંમરના કુલ 2,71,026 નાગરિકોએ કોરોના રસીકરણ કરાવી કોરોના સામે આરોગ્ય સુરક્ષા ક્વચ મેળવ્યું છે.

2.71 લાખ નાગરિકોએ કરાવ્યું કોરોના રસીકરણ

આ પણ વાંચો:મહેસાણામાં નવી 10 જગ્યાએ કોરોના ટેસ્ટિંગ અને રસીકરણની કામગીરી યોજાઈ

જિલ્લામાં 2,26,876 નાગરિકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ તેમજ 44,150 નાગરિકોને બીજો ડોઝ

જિલ્લામાં અત્યાર સુધીમાં 6,027 આરોગ્ય કોરોના વોરિયર, 9,143 ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર, 45થી 59 વર્ષના અને 60 વર્ષથી વધુ ઉંમરના 2,11,706 જેટલા નાગરિકોને કોરોના રસી મૂકવામાં આવી છે. અત્યાર સુધીમાં જિલ્લામાં 2,26,876 નાગરિકોને કોરોના રસીનો પ્રથમ તેમજ 44,150 નાગરિકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ભૂજના રાજપૂત કરણી સેનાના અધ્યક્ષે જન્મદિવસ નિમિત્તે કોરોના વેક્સિનેશન કેમ્પ યોજ્યો

વેક્સિન મુકાવ્યા પછી પણ માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરુરી

આ સાથે જિલ્લા કલેક્ટર આર.બી.બારડે જણાવ્યું હતું કે, સાથે-સાથે વેક્સિન લીધા પછી પણ કાળજી એટલી જ રાખવાની છે. જેમ કે, માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ રાખવું અને જાહેર ભીડ-ભાડ વાળી જગ્યા પર જવું નહીં, સેનિટાઈઝર કરવું, જ્યાં-ત્યાં થુંકવું નહીં અને ખૂબ કાળજી રાખી આ રોગની ગંભીરતાને સમજી આપણે બધા સાથે મળી રોગને નિયંત્રણમાં લાવવા તમામ સહયોગ કરશે તેવી આશા વ્યક્ત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details