ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્ય સરકાર ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદી કરશે - Rajesh Pathak

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ ચેરમેન રાજેશ પાઠકે જણાવ્યું હતુ કે, રાજ્ય સરકાર છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદી કરી રહ્યા છે અને આ વર્ષે પણ કરશે.

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદી કરાશે
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદી કરાશે

By

Published : Sep 9, 2020, 3:10 PM IST

મહીસાગરઃ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમે આ વર્ષે પણ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની તૈયારી દર્શાવી છે. રાજ્ય સરકાર છેલ્લા ત્રણ વર્ષથી આ કાર્ય કરી રહ્યી છે અને આ વર્ષે પણ ટેકાના ભાવે ખેડૂતોની મગફળીની ખરીદી કરશે. તેવું ગુજરાત રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા નિગમના ચેરમેન રાજેશ પાઠકે જણાવ્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદી કરાશે રીદી કરાશે

રાજેશ પાઠકે જણાવ્યું છે કે, વર્ષ 2020/21 મગફળીની ખરીદી માટે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ સક્ષમ છે. રાજ્ય સરકારની યોજના મુજબ રાજ્ય સરકાર નક્કી કરશે. તે મુજબ ચોક્કસ પણે ખેડૂતોની મગફળી ગુજરાત સરકારના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નીતિન પટેલના માર્ગદર્શન હેઠળ ખરીદવામાં આવશે.

દર વર્ષે સરકાર ટેકાના ભાવે ખરીદી કરે છે. તેજ રીતે આ વર્ષે પણ ખરીદી સંપૂર્ણ પારદર્શી અને ખેડૂતોના હિતમાં થશે. તેવી રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા નિગમ અધ્યક્ષ રાજેશ પાઠકે રાજ્ય સરકાર તરફથી ખાત્રી આપી છે.

ABOUT THE AUTHOR

...view details