લુણાવાડા વિધાનસભા બેઠક પરની ચૂંટણીની આડે હવે ગણતરીના દિવસો તેમજ પ્રચારના પડઘમ બંધ થવાના ગણતરીના કલાકો બાકી રહેતા ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચાર તેજ કરી દેવામાં આવ્યો છે. બંને પાર્ટી પોતાના ઉમેદવારને જીતાડવા માટે એડી ચોંટીનું જોર લગાવી રહી છે. જેના ભાગ રૂપે શુક્રવારે ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધનાણી અને પૂર્વ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ લુણાવાડા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણને જીતાડવા માટે લુણાવાડાના ફુવારા ચોકમાં રાત્રી સભા સંબોધી જંગી મત આપી બહુમતીથી વિજય બનાવવા માટે અપીલ કરી હતી.
વિધાનસભા પેટા ચૂંટણીઃ લુણાવડામાં પરેશ ધાનાણી અને ભરતસિંહ સોલંકીએ રાત્રી સભા સંબોધી - lunawada news
મહિસાગરઃ 21 ઓક્ટોમ્બરના રોજ ગુજરાતની 6 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં લુણાવાડા વિધાનસભા બેઠક માટે પણ પેટા ચૂંટણી યોજાવાની છે. જે અંતર્ગત વિરોધ પક્ષના નેતા પરેશ ધનાણી અને પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ લુણાવાડા શહેરમાં રાત્રી સભાને સંબોધી હતી અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા જનતાને અપીલ કરી હતી.
Legislative by-election
આ રાત્રી સભામાં લુણાવાડાના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ પટેલ, ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ અને મહીસાગર જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં મતદારો ઉપસ્થિત રહ્યા હતા.